Navratri/ મંશા દેવી મંદિરનો ઇતિહાસ લંકાપતિ રાવણ સાથે જોડાયેલ છે, આવો જાણીએ તેની કથા…

ઠેકરા ક્ષેત્રનું બરાગાંવ લંકાપતિ રાવણ સાથે જોડાયેલું છે. ગામના પ્રાચીન માતા મંશા દેવી મંદિરનો ઇતિહાસ પણ લંકાપતિ રાવણ સાથે સંકળાયેલ છે.

Dharma & Bhakti Navratri 2022
joe bidden 6 મંશા દેવી મંદિરનો ઇતિહાસ લંકાપતિ રાવણ સાથે જોડાયેલ છે, આવો જાણીએ તેની કથા...

ઉત્તર પ્રદેશના બાગપત બરાગાંવનું પ્રાચીન માતા મંશા દેવી મંદિર ભક્તોની ઇચ્છાને પૂર્ણ કરે છે. માતા મંશા દેવીની પૂજા અર્ચના કરવા માટે દૂર-દૂરથી હજારો ભક્તો અહીં આવે છે. નવા દંપતી માતાને પગે લાગ્યા પછી જ  તેમના લગ્ન જીવનની શરૂઆત કરે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઠેકરા ક્ષેત્રનું બરાગાંવ લંકાપતિ રાવણ સાથે જોડાયેલું છે. ગામના પ્રાચીન માતા મંશા દેવી મંદિરનો ઇતિહાસ પણ લંકાપતિ રાવણ સાથે સંકળાયેલ છે. કહેવાય છે કે રાવણ માતા મંશા દેવીની પ્રતિમા લઈને લંકા જઇ રહ્યો હતો. રસ્તામાં તે કોઈ કારણસર તે ઉભો રહ્યો અને માતાની મૂર્તિ ત્યાં ઉભેલા એક ગોવાળને આપી હતી.

मनसा देवी: बनाये बिगड़े काम, मनोकामना करे पूरी | Why Mansa Devi Worshipped

ગોવાળ માતાની  મૂર્તિને સંભાળી શક્યો નહી. અને તેણે મૂર્તિને જમીન પર મૂકી દીધી. આના પર રાવણે ત્યાં મૂર્તિ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો. તે દિવસથી બરાગાંવનું આ પ્રાચીન મંદિર આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.

Gandhinagar: સદીઓ પછી પહેલી વખત બનશે કે રુપાલની પલ્લી નહી લેવાય…….

નવરાત્રીમાં મેળો ભરાય છે, ભક્તો દૂર-દૂરથી આવે છે

નવરાત્રીમાં અહીં મંદિરમાં એક મોટો મેળો ભરાય છે, જેમાં અન્ય રાજ્યોના હજારો ભક્તો પણ માતાના દર્શન માટે પહોંચે છે. આ ઉપરાંત ગામમાં અને આજુબાજુના નવ વિવાહીતો પણ માતાને પગે લાગ્યા પછી જ પોતાનું નવું જીવન શરૂ કરે છે.