Not Set/ Navratri : ગર્ભવતી મહિલાઓ નવરાત્રીમાં રાખી શકે છે વ્રત, પણ રાખો આ સાવધાની

શારદીયા નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે અને ચારેય દિશાઓમાં માતાની ભક્તિનું વાતાવરણ છે. આવી સ્થિતિમાં માતાનાં ભક્તો ઉપવાસ અને ઉપાસનામાં વ્યસ્ત રહે છે. કેટલાક લોકો આખી નવરાત્રી દરમિયાન વ્રત રાખે છે, તો કેટલાક બે વ્રત રાખે છે. પરંતુ જો કોઈ સગર્ભા સ્ત્રી નવરાત્રીનું વ્રત રાખવા માંગે તો? ઘણીવાર આ સવાલ ઉભો થાય છે કે માતાને […]

Top Stories Gujarat Others
pregnant Navratri : ગર્ભવતી મહિલાઓ નવરાત્રીમાં રાખી શકે છે વ્રત, પણ રાખો આ સાવધાની

શારદીયા નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે અને ચારેય દિશાઓમાં માતાની ભક્તિનું વાતાવરણ છે. આવી સ્થિતિમાં માતાનાં ભક્તો ઉપવાસ અને ઉપાસનામાં વ્યસ્ત રહે છે. કેટલાક લોકો આખી નવરાત્રી દરમિયાન વ્રત રાખે છે, તો કેટલાક બે વ્રત રાખે છે. પરંતુ જો કોઈ સગર્ભા સ્ત્રી નવરાત્રીનું વ્રત રાખવા માંગે તો? ઘણીવાર આ સવાલ ઉભો થાય છે કે માતાને ખુશ કરવા માટે સગર્ભાએ વ્રત કરવુ જોઈએ કે નહીં.

ગર્ભાવસ્થામાં સ્ત્રીનું શરીર સંપૂર્ણ પોષણ માંગતુ હોય છે. આવી સ્થિતિમાં, દિવસભર સંતુલિત આહાર લેવો જરૂરી છે અને આ દરમિયાન કોઈપણ પોષક તત્વોની કમી હોવી જોઈએ નહીં. તેથી આરોગ્ય નિષ્ણાંત કહે છે કે, સગર્ભા સ્ત્રીએ ત્યારે જ નવરાત્રીનો ઉપવાસ કરવો જોઈએ જ્યારે તે સંપૂર્ણ સ્વસ્થ હોય. એટલે કે, ઉપવાસ વિશે વિચારી રહેલી સગર્ભા સ્ત્રીમાં નબળાઇ હોવી જોઈએ નહીં અથવા લોહીની કમી હોવી જોઈએ નહીં. આવી સ્થિતિમાં ઉપવાસ કરવો બાળકને નુકસાન પહોંચાડે છે. વળી, સગર્ભા સ્ત્રીને ત્રણ મહિનાથી ઓછી સગર્ભા હોય તો પણ ઉપવાસ ન રાખવો જોઈએ. વળી, જો કોઈ સ્ત્રીને ઇન્ફેક્શન છે, ત્યારે પણ તેણે ઉપવાસ ન રાખવો જોઇએ.

સગર્ભા મહિલાને નવરાત્રીમાં ઉપવાસમાં આ વાતનું રાખવુ જોઇએ ધ્યાન

ઉપવાસ દરમિયાન, સગર્ભા સ્ત્રીને દર બે કલાકે કંઇક ખાવું આવશ્યક છે. વધુ અંતર શરીરમાં નબળાઇ લાવી શકે છે. સગર્ભા સ્ત્રીઓ ઉપવાસ દરમિયાન પૌષ્ટિક વસ્તુઓ ખાય છે. ઘણી બધી તળેલી વસ્તુઓ આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. ફળ-દૂધ-શુષ્ક ફળ ભરપૂર ખાવા જોઇએ. વ્રત દરમિયાન બાળકની ગતિવિધિનું ધ્યાન રાખવુ જરૂરી છે. જો તમને કોઈ સમસ્યા હોય, ત્યારે તમારા ડૉક્ટરની સલાહ લો. સગર્ભા સ્ત્રીએ બૂલથી પણ નિર્જલ ઉપવાસ ન રાખવો જોઈએ. ઉપવાસ દરમિયાન પુષ્કળ પાણી અને નાળિયેર પાણી પીવુ જોઇએ. ઉપવાસ દરમિયાન કસરત ન કરો અથવા કોઈ ભારે કામ ન કરવુ જોઇએ.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.