Navratri/ આ દેવી પાસે બ્રહ્માંડ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરવાની શક્તિ છે.

મા દુર્ગાની નવમી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે. તે એવી છે જે તમામ પ્રકારની સિદ્ધિઓ આપે છે નવરાત્રિ-પૂજાના નવમા દિવસે તેણીની પૂજા કરવામાં આવે છે.

Dharma & Bhakti Navratri 2022
kisan maharaj

મા દુર્ગાની નવમી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે. તે એવી છે જે તમામ પ્રકારની સિદ્ધિઓ આપે છે નવરાત્રિ-પૂજાના નવમા દિવસે તેણીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય ધાર્મિક વિધિઓ અને સંપૂર્ણ ભક્તિ સાથે આધ્યાત્મિક અભ્યાસ કરનાર સાધક દ્વારા તમામ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ તેના માટે દુર્ગમ રહેતી નથી. તેની પાસે બ્રહ્માંડ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરવાની શક્તિ છે.

P2 આ દેવી પાસે બ્રહ્માંડ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરવાની શક્તિ છે.

દરેક સિધ્ધી પ્રાપ્ત થાય છે. દરેક મનોકામના પૂર્ણ થાય છે.

માતાજી કમળના આસન પર બિરાજમાન છે. કહેવાય છે કે, માતાજીના ચરણમાંથી કમળની સુગંધ આવે છે.

માતાજીના હાથમાં શંખ, ચક્ર, કમળ, અને તે આશીર્વાદ આપે છે.

તેમની પૂજા કરવાથી યશ, બળ અને ધનની પ્રાપ્તિ થાય છે.

દિવ્યતા મળે છે અને અત્યંત પરિપૂર્ણતા મળે છે, મનને શાંતિ મળે છે.

શક્તિમાતા પણ સિધ્ધીદેવીનું સ્વરૂપ છે.

દેવી પુરાણમાં લખ્યુ છે કે માતાજીના અર્ધનારેશ્વર સ્વરૂપની પૂજા કરવી.

જ્ઞાન મેળવવું હોય, નોકરીમાં સફળતા મેળવવી હોય તો આ સ્વરૂપની પૂજા કરવી.

પૂજન વિધી

  • માતાજીને દીવો કરવો.
  • માતાજીને મધ અર્પિત કરવું.
  • માતાજીને નવ કમળ અર્પિત કરવા.