નવસારી/ ચીખલીની વાંઝણાં મુખ્ય પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કે મજુરોત્સવ?

ખુરશીઓની સાફ સફાઈ પણ વિદ્યાર્થીનીઓ પાસે કરાવવામાં આવી હતી. મધ્યાહન ભોજનનાં વાસણો પણ વિદ્યાર્થીઓ ઉંચકીને શાળામાં લાવ્યા હતા.

Top Stories Gujarat Others
શાળા

નવસારીનાં ચીખલી ગામની વાંઝણાં મુખ્ય પ્રાથમિક શાળામાં આદિજાતિ પ્રધાન નરેશ પટેલની ઉપસ્થિતિમાં આજે શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો. કોરોનાકાળ અને લાંબા વેકેશન બાદ આજે નાના ભૂલકાઓ શાળાઓમાં જોવા મળ્યા હતા. જોકે ચીખલીની વાંઝણા મુખ્ય પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આમાન્યા ભંગ થતા દ્રશ્યો જોવા મળ્યા છે.

શાળા

વધુ વિગત ચીખલી ગામની વાંઝણાં મુખ્ય પ્રાથમિક શાળામાં આદિજાતિ પ્રધાન નરેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવમાં શિક્ષકો ઉભા-ઉભા વાતો કરતા જણાયા હતા. જ્યારે વિદ્યાર્થીઓ શાળામાં આવનારા વાલીઓ અને મહાનુભાવો માટે મજૂરોની જેમ ખુરશી લઈને ફરી રહ્યા હતા. શાળામાં ખુરશીઓ ગોઠવવા માટે કોઈ વ્યવસ્થા કરાઇ નહિ. ખુરશીઓની સાફ સફાઈ પણ વિદ્યાર્થીનીઓ પાસે કરાવવામાં આવી હતી. મધ્યાહન ભોજનનાં વાસણો પણ વિદ્યાર્થીઓ ઉંચકીને શાળામાં લાવ્યા હતા. NGO નાં કર્મચારીઓએ ભોજન ભરેલા વાસણો શાળામાં મુકવાને બદલે વિદ્યાર્થો પાસે ઊંચકાવવામાં આવ્યા હોવાનાં દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આમ આ શાળા પ્રવેશોત્સવ હતો કે વિદ્યાર્થીઓનો મજુરોત્સવ એવો ગણગણાટ થયો હતો.

શાળા

આ પણ વાંચો : આખી શિવસેના હવે ‘એકનાથ’ સાથે,17 સાંસદોએ પણ કર્યો બળવો