Not Set/ દુષ્કર્મ મામલે કેન્દ્રનાં નિર્ણય પર રાજકોટમાં ખુશીની લહેર

રાજકોટ, છેલ્લા કેટલાક સમયથી ભારતમાં નાબાલિક છોકરીઓ પર રેપના કિસ્સા વધી રહ્યા છે  અને તેમાં પણ કઠુઆમાં બનેલા કિસ્સા બાદ દેશભરમાં રોષ વ્યક્ત થઈ રહ્યો છે.  આ તમામ ઘટનાઓ બાદ આરોપી સામે સખ્ત અને મોતની સજા ફટકારવા દેશભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે મોદી સરકાર દ્વારા આ આરોપીને મોતની સજા ફટકારવા માટે પોક્સો એક્ટમાં ફેરફાર […]

Gujarat
AFFAFF દુષ્કર્મ મામલે કેન્દ્રનાં નિર્ણય પર રાજકોટમાં ખુશીની લહેર

રાજકોટ,

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં નાબાલિક છોકરીઓ પર રેપના કિસ્સા વધી રહ્યા છે  અને તેમાં પણ કઠુઆમાં બનેલા કિસ્સા બાદ દેશભરમાં રોષ વ્યક્ત થઈ રહ્યો છે.  આ તમામ ઘટનાઓ બાદ આરોપી સામે સખ્ત અને મોતની સજા ફટકારવા દેશભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે મોદી સરકાર દ્વારા આ આરોપીને મોતની સજા ફટકારવા માટે પોક્સો એક્ટમાં ફેરફાર કરવા માટે મંજુરી આપી છે.

રાજકોટ અને સુરતમાં પણ આવાજ કિસ્સાનું પુનરાવર્તન થતા દેશ ભરમાં લોકો ગુસ્સામાં આવી ગયા હતા. ત્યારે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની મિટિંગમાં આ રેપિસ્ટને 6 મહિનાની અંદર ફાંસીની સજા ફટકારવાનું નક્કી કરવામાં આવ્યું છે જેનો રાજકોટના લોકો અને બેહેનો દ્વારા ખુશી વ્યક્ત કરી હતી. રાજકોટના લોકોનું માનવું છે કે આ પ્રકારના નરાધમ લોકોને તો ફાંસીની સજા પણ કમ છે જોકે રાજકોટની બેહેનોએ એવું પણ જણાવ્યું હતું કે 6 મહિનાની બદલે 3 મહિના જ બળાત્કારીઓને સજા મળી જોઈએ અને તે પણ ફાંસીની સજા જ મળવી જોઈએ.

મહત્વનું છે કે, હાલના સમયમાં ૧૨ વર્ષની માસૂમ બાળકી સાથેના રેપની ઘટનાઓમાં આરોપીઓને આજીવન કેદ અથવા ૭ વર્ષની સજા ફટકારવામાં આવે છે. આ ઉપરાંત ૧૬ વર્ષથી ઓછી વયની છોકરીઓ સાથે થતા રેપના કેસમાં ફટકારવામાં આવતી ૧૦ વર્ષથી સજાને વધારીને ૨૦ વર્ષ કરવામાં આવી છે તેમના આરોપીને આજીવન કેદ પણ થઇ શકે છે. તેમજ મહિલાઓ સાથે થતા રેપના કેસમાં ઓછામાં ઓછી સજા ૭ વર્ષથી વધારી ૧૦ સાલ કરી દેવામાં આવી છે. આ કેસમાં પણ આરોપીને ઉમ્ર કેદની સજા ફટકારવામાં આવી શકે છે.

કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે, પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ ૧૨ વર્ષથી નાના બાળકો સાથે થતી રેપની ઘટનાઓમાં આરોપીને મોતની સજા ફટકારવામાં આવે.

તમને જણાવી દઈએ કે, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ સગીર વયના બાળકોને લૈંગિક દુર્વ્યવહાર, જાતીય સતામણી અને પોર્નોગ્રાફી જેવા અપરાધો તેમજ આ અપરાધોની સુનાવણીમાં બાળકો માટે મૈત્રીપૂર્ણ વ્યવસ્થા પ્રદાન કરવાનો છે.