Navsari LCB/ નવસારી LCBએ લાખો રૂપિયાના ચોરીના આરોપીને ઝડપ્યો

નવસારી એલસીબી ટીમે લાખો રૂપિયાની ચોરીના આરોપીને ઝડપીને જબરદસ્ત સફળતા મેળવી છે. હવે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના મનોરથી ચોરીના સળિયા ભરીને ટ્રેલર નીકળ્યું હતું.

Gujarat Surat Breaking News
Beginners guide to 2024 06 16T204653.726 નવસારી LCBએ લાખો રૂપિયાના ચોરીના આરોપીને ઝડપ્યો

Navsari news: નવસારી એલસીબી ટીમે લાખો રૂપિયાની ચોરીના આરોપીને ઝડપીને જબરદસ્ત સફળતા મેળવી છે. હવે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના મનોરથી ચોરીના સળિયા ભરીને ટ્રેલર નીકળ્યું હતું. આ સળિયા જયપુર લઈ જવાઈ રહ્યા હતા. નવસારી એલસીબીને ચોરીને સળિયા અંગે બાતમી મળી હતી. પોલીસે આ ટ્રેલરને ઝડપીને કુલ 48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

આ પહેલા પણ નવસારી પોલીસે ગયા વર્ષે આવા રીઢા ઘરફોડ ચોરની ધરપકડ કરી હતી. એલસીબીએ 4 રાજ્યોમાં હાહાકાર મચાવનાર ચોર ઝડપી પાડ્યો છે. આરોપીની ચોરીમાં અનોખી મોડસ ઓપરેન્ડી ધરાવે છે. તે દિવસના અજવાળામાં ચોરી કરવામાં માસ્ટર છે. મૂળ નંદુરબારના રહેવાસી જીમી ઉર્ફે દીપક શર્મા પર 51 ચોરીની ફરિયાદ નોંધાઈ છે. રીઢા ગુનેગારને ગાંધી ફાટક પાસેથી એલસીબી ટીમે દબોચી લીધો હતો. જે બાદ જલાલપોર પોલીસે કબજો મેળવી તપાસ શરૂ કરી છે.

બપોરના સમયે મહિલાઓ બાળકોને ટ્યુશન મૂકવા કે પુરુષો કોઈ અન્ય કામથી થોડા સમય માટે બહાર જાય ત્યારે જ આ ખેલાડી પોતાનો ખેલ કરતો હતો. બાઈક લઈને નીકળે સાથે એક મોટું ડિસ્મિસ રાખે, ફ્લેટ કે બંધ બંગલાને નિશાન બનાવી બપોરના સમયે તાળું તોડી ઘરમાં પ્રવેશી લોકર ને તોડી માત્ર 25 મિનિટમાં હાથ સફાયો કરી નાસી જતો આ ચોર છેલ્લા લાંબા સમયથી પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે

આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો: કેબિનેટ મિનિસ્ટર પાટીલે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ