Not Set/ પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે 44 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત,4 આરોપીની ધરપકડ

નવસારી, સુરતની આર આર સેલે અને નવસારી પોલીસની ટીમે બાતમીના આધારે ચીખલીના પીપલગભાણ ગામે ભગવાનભાઈના ફાર્મ હાઉસમાં રેડ પાડી હતી. જેમાં પોલીસને તપાસ દરમિયાન સફેદ રંગના પાઉડરની કોથળી મળી હતી જેની તપાસ માટે પોલીસે એફએસએલની મદદ લેતા આ પાઉડર મીથીલિન ડાયોક્સી અને એમડી ડ્રગ્સ હોવાનું ખુલ્યું હતું. ઘટના સ્થળેથી પીપલગભાણ ગામનો પ્રકાશ પટેલ, ચીખલીના તલાવચોરા […]

Top Stories Gujarat Others
mantavya 546 પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે 44 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત,4 આરોપીની ધરપકડ

નવસારી,

સુરતની આર આર સેલે અને નવસારી પોલીસની ટીમે બાતમીના આધારે ચીખલીના પીપલગભાણ ગામે ભગવાનભાઈના ફાર્મ હાઉસમાં રેડ પાડી હતી. જેમાં પોલીસને તપાસ દરમિયાન સફેદ રંગના પાઉડરની કોથળી મળી હતી જેની તપાસ માટે પોલીસે એફએસએલની મદદ લેતા આ પાઉડર મીથીલિન ડાયોક્સી અને એમડી ડ્રગ્સ હોવાનું ખુલ્યું હતું.

ઘટના સ્થળેથી પીપલગભાણ ગામનો પ્રકાશ પટેલ, ચીખલીના તલાવચોરા ગામનો મુકેશ પટેલ, ચીખલીના ઘેજ ગામનો બાબુ આહીર અને ખેરગામના વાડ ગામનો મનોજ પટેલ ઝડપાયા હતા. ચારેય આરોપીઓની તપાસ દરમિયાન તેમની પાસેથી સફેદ રંગના પાવડરની કોથળી મળી આવી હતી.

mantavya 547 પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે 44 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત,4 આરોપીની ધરપકડ

જેથી પોલીસે એફએસએલને બોલાવી તપાસ કરતા પ્રતિબંધિત પાવડર મીથીલિન ડાયોક્સી મેથફેટામીન ડ્રગ્સ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે 44.36 લાખનો કુલ 554.590 ગ્રામ જથ્થો કબ્જે લીધો હતો. સાથે જ 45 હજાર રૂપિયાની ત્રણ બાઈક, 4 મોબાઈલ ફોન અને 4 હજાર રૂપિયા રોકડા મળી કુલ્લે 44.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ચારેય આરોપીઓની ધરપકડ કરી ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. mantavya 549 પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે 44 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત,4 આરોપીની ધરપકડ

ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ ચીખલીના કાંગવઈથી પણ નવસારી એલસીબી પોલીસે લાખોનો મીથીલિન ડાયોક્સી મેથફેટામીન ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. નવસારી જિલ્લામાં ફરીવાર મોટી માત્રામાં પકડાયેલા ડ્રગ્સના જથ્થાને જોતા જિલ્લામાં યુવાધન ડ્રગ્સના રવાડે જઈ રહ્યું હોવાની ચર્ચાઓ ફેલાઈ રહી છે. હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે.