Ranchi/ ઝારખંડમાં નક્સલવાદી હુમલો, IED બ્લાસ્ટમાં આટલા જવાનો થયા શહીદ, 2 ઘાયલ

ઝારખંડથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં નક્સલવાદીઓએ ફરી એકવાર સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. નક્સલવાદીઓના લેન્ડમાઈન વિસ્ફોટમાં મોટું નુકસાન થયું છે.

Top Stories India
A 70 ઝારખંડમાં નક્સલવાદી હુમલો, IED બ્લાસ્ટમાં આટલા જવાનો થયા શહીદ, 2 ઘાયલ

ઝારખંડથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં નક્સલવાદીઓએ ફરી એકવાર સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. નક્સલવાદીઓના લેન્ડમાઈન વિસ્ફોટમાં મોટું નુકસાન થયું છે. આ હુમલામાં ત્રણ સૈનિકો શાહિદ થયા છે અને 2  સૈનિકો ખરાબ રીતે ઘાયલ થયા છે.

નક્સલવાદી હુમલો ગુરુવારે સવારે પશ્ચિમ સિંહભૂમના ટોકલો પોલીસ સ્ટેશનનાલાંજી જંગલમાં થયો હતો. અહીં લેન્ડમાઇન બ્લાસ્ટમાં ત્રણ જવાન શહીદ થયા છે અને 2 જવાન ઘાયલ થયા છે. ઘાયલ સૈનિકોને હેલિકોપ્ટર દ્વારા સારી સારવાર માટે રાંચી લાવવામાં લઇ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો : તાજમહેલમાં બોમ્બ ? અફવા કે હકીકત, જાણો એક ક્લિક પર

આ 3 જવાનો થયા શહીદ

શહીદ સૈનિકોમાં હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રકુમાર પંડિત, જિલ્લા ગોડ્ડા, કોન્સ્ટેબલ હરદ્વાર શાહ, પલામુ અને કોન્સ્ટેબલ કિરણ સુરીન સિમડેગાના રહેવાસી હતા. આ હુમલામાં બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમાં સીઆરપીએફના જવાનો પણ શામેલ છે. ઘાયલ જવાનને વધુ સારી સારવાર માટે રાંચી ખસેડાયા છે. ઘાયલ જવાનોમાં કોન્સ્ટેબલ દીપ તોપનો, ખુંટી અને નિકુ ઉરાંવ, લાતેહારનો સમાવેશ છે.

 આ દિવસોમાં બળવાખોરોથી પ્રભાવિત લાંજી જંગલમાં સુરક્ષા દળો નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે. આજે એટલે કે 4 માર્ચની સવારે, જિલ્લા પોલીસ બટાલિયન, ઝારખંડ જગુઆર અને સીઆરપીએફ -60 એ સંયુક્તપણે નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું હતું. તે જ સમયે, નક્સલવાદીઓએ સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવા માટે મુકાયેલી IED ને બ્લાસ્ટ કર્યો હતો.

આ પણ વાંચો : IT બાદ હવે ED પણ તાપસી અને અનુરાગને ત્યાં પાડી શકે છે રેડ

આને કારણે ઝારખંડમાં બે જવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઘાયલ ઝારખંડ જગુઆરનો બીજો જવાન ઘટનાના થોડા જ સમયમાં દમ તોડી દીધો હતો. ઘાયલ થયેલા 2 જવાનોની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.