દરોડા/ મહારાષ્ટ્રમાં બે સ્થળો પર NCBએ દરોડા પાડ્યા,505 ગ્રામ મેફેડ્રોન જપ્ત

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પાલઘર જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા અને આ કામગીરીમાં 500 ગ્રામથી વધુ મેફેડ્રોન જપ્ત કર્યા હતા

India
ncb 2 મહારાષ્ટ્રમાં બે સ્થળો પર NCBએ દરોડા પાડ્યા,505 ગ્રામ મેફેડ્રોન જપ્ત

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પાલઘર જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા અને આ કામગીરીમાં 500 ગ્રામથી વધુ મેફેડ્રોન જપ્ત કર્યા હતા. આ કાર્યવાહીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ શનિવારે આ માહિતી આપી.

અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ દક્ષિણ મુંબઈના જેજે રોડના રહેવાસી મોહમ્મદ એજાઝ યાકુબ શેખ તરીકે થઈ છે. વધુમાં જણાવ્યું હતું કે, સૂચનાના આધારે NCB ની ટીમે શુક્રવારે વસઈ પૂર્વમાં નેશનલ હાઈવે નજીક દરોડો પાડ્યો હતો અને 205 ગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું હતું અને શેખને પકડ્યો હતો.

તપાસના આધારે નાલાસોપારા ખાતે બીજો દરોડો પાડવામાં આવ્યો હતો અને 300 ગ્રામ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું. તપાસમાં એવું બહાર આવ્યું છે કે, દાણચોર શેખે નાઈજીરીયન નાગરિક પાસેથી પ્રતિબંધિત પદાર્થ ખરીદ્યો હતો અને તે ગ્રાહકને વેચવા મુંબઈ જઈ રહ્યો હતો. તેમની પાસેથી મળેલી માહિતીના આધારે એનસીબીએ પાલઘર વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરી હતી અને તેનો પર્દાફાશ કર્યો હતો.