Not Set/ NCLTએ અનિલ અંબાણી વિરુદ્ધ નાદારી કાર્યવાહીની આપી મંજૂરી, SBIનું 1200 કરોડનું દેવું છે

  અનિલ અંબાણીની મુશ્કેલી વધી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ અનિલ અંબાણી સામે નાદારીની કાર્યવાહી આગળ વધારવા માટે મંજૂરી આપી છે. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાની  (એસબીઆઇ) 1200 કરોડની લોન ભરપાઈ ન કરી શકવાના કારણે તેમની સામે આ આદેશ આવ્યો છે. શું વાત છે નોંધનીય છે કે સ્ટેટ બેંકે વર્ષ 2016 માં અનિલ અંબાણીની […]

Business
a52dc35099420d012e21c9531a1a3ff2 NCLTએ અનિલ અંબાણી વિરુદ્ધ નાદારી કાર્યવાહીની આપી મંજૂરી, SBIનું 1200 કરોડનું દેવું છે
 

અનિલ અંબાણીની મુશ્કેલી વધી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ અનિલ અંબાણી સામે નાદારીની કાર્યવાહી આગળ વધારવા માટે મંજૂરી આપી છે. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાની  (એસબીઆઇ) 1200 કરોડની લોન ભરપાઈ ન કરી શકવાના કારણે તેમની સામે આ આદેશ આવ્યો છે.

શું વાત છે

નોંધનીય છે કે સ્ટેટ બેંકે વર્ષ 2016 માં અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપનીઓ રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરકોમ) અને રિલાયન્સ ઇન્ફ્રાટેલ (આરઆઇટીએલ) ને આ લોન આપી હતી.

અનિલ અંબાણીએ આ લોન માટે 1200 કરોડ રૂપિયાની વ્યક્તિગત ગેરંટી આપી હતી. હવે બંને કંપનીઓ બંધ થઈ ગઈ છે. આને કારણે એસબીઆઇને મુંબઈ એનસીએલટીમાં અપીલ કરવી પડી હતી. બેંકે માંગ કરી હતી કે નાદારી કાયદા મુજબ આ રકમ અનિલ અંબાણી પાસેથી વસૂલ કરવાની છૂટ આપવી જોઈએ કારણ કે તેણે આ લોનની વ્યક્તિગત ગેરંટી આપી છે.

શું કહ્યું એનસીએલટી

એનસીએલટી મુંબઈએ પોતાની ટિપ્પણીમાં કહ્યું, ‘આરકોમ અને આરઆઇટીએલ બંનેએ જાન્યુઆરી 2017 માં લોનની ચુકવણી પર ડિફોલ્ટ કર્યો હતો. તેના ખાતા પણ 26 ઓગસ્ટ 2016 થી નોન પરફોર્મિંગ એસેટ જાહેર કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, 2019 ની શરૂઆતમાં, આરકોમે નાદારી માટે અરજી કરી હતી અને કહ્યું હતું કે તેના પર લગભગ 33,000 કરોડ રૂપિયાનું દેવું છે. જો કે, બેંકોનું કહેવું છે કે તેઓનું  આરકોમ પર ઓtગસ્ટ 2019 સુધી 49,000 કરોડ રૂપિયા બાકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.