Accident/ NCP નેતા સંજ્ય શિંદેની કારમાં લાગી ભિષ્ણ આગ, નેતાનું આગમાં થયું…

કારમાં સવાર શિંદેએ કારનો દરવાજો ખોલવાનો અને બારી તોડી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થઈ શક્યા નહીં. આ સમય દરમિયાન આગ વધુ ફેલાઇ ગઇ હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

India
aggj NCP નેતા સંજ્ય શિંદેની કારમાં લાગી ભિષ્ણ આગ, નેતાનું આગમાં થયું...

મંગળવારે સાંજે કારમાં લાગેલી આગમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નાં નેતા સંજય શિંદેનું મોત નીપજ્યું હતું. સંજયની કારમાં આગ લાગી ત્યારે તે મુંબઇ-આગ્રા હાઇવે પર આવેલા પિંપલગાંવ બસવંત ટોલ પ્લાઝા નજીક હતા. શોર્ટ સર્કિટનાં કારણે કારમાં આગ લાગી હોવાનું પાછળ તપાસમાં સામે આવી રહયું છે. 

નાસિક જિલ્લામાંથી દ્રાક્ષનાં નિકાસકાર અને NCP નેતા શિંદે તેના બાગ માટે જંતુનાશક દવાઓ ખરીદવા માટે પિંપલગાંવ બસવંત જતા હતા ત્યારે કડવા નદીના ઓવરબ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતે શોર્ટ સર્કિટને કારણે કારમાં આગ લાગી હતી. કારની અંદર  મૂકવામાં આવેલ એક હેન્ડ સેનિટાઇઝરનાં કારણે આગએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું.

કારમાં સવાર શિંદેએ કારનો દરવાજો ખોલવાનો અને બારી તોડી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થઈ શક્યા નહીં. આ સમય દરમિયાન આગ વધુ ફેલાઇ ગઇ હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

કારમાં આગ લાગતાં સ્થાનિકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને શિંદેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનીકો દ્વારા ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી. ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચ્યા બાદમાં કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવી શકાયો હતો. ત્યાં સુઘીમાં કારમાં સવાર વ્યક્તિનું મોત નિપજ્યું હતું, બાદમાં  મૃત વ્યક્તિની ઓળખ એનસીપી નેતા સંજય શિંદે તરીકે થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને FaceBook,Twitter,Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….