કોરોના/ NCPના સાંસદ સુપ્રિયા સુલે કોરોના સંક્રમિત, ટ્વિટ કરી આપી માહિતી

સુપ્રિયા સુલેએ ખુદ ટ્વીટ કરીને કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. તેમણે પોતાના ટ્વીટમાં જણાવ્યું કે મને અને મારા પતિ સદાનંદને કોરોનાનો ચેપ લાગ્યો છે.

Top Stories India
લમજ NCPના સાંસદ સુપ્રિયા સુલે કોરોના સંક્રમિત, ટ્વિટ કરી આપી માહિતી

NCP સાંસદ સુપ્રિયા સુલે કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેમની સાથે તેમના પતિને પણ ચેપ લાગ્યો છે. સુપ્રિયા સુલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના રાજ્યસભા સાંસદ છે. સુપ્રિયા સુલેએ ખુદ ટ્વીટ કરીને કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. તેણે પોતાના ટ્વીટમાં જણાવ્યું કે મને અને મારા પતિ સદાનંદને કોરોનાનો ચેપ લાગ્યો છે. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓને હું વિનંતી કરું છું કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવે અને પોતાની સંભાળ રાખે.

 

 

સુપ્રિયા સુલેએ કહ્યું, “સદાનંદ (મારા પતિ) અને મેં બંનેનો કોરોના ટેસ્ટ કરાવ્યો. બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે અમારા બંનેમાં કોરોનાના કોઈ લક્ષણો દેખાતા નથી. હું અપીલ કરું છું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે. તેને પોતાનું ધ્યાન રાખે અને ટેસ્ટ કરાવી લે તે હિતાવહ છે.  સુપ્રિયા સુલે શરદ પવારની પુત્રી છે.

ઉલ્લેખનીય છે કે  દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જો આપણે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વિશે વાત કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં 781 કેસ નોંધાયા છે. તેમાંથી 167 કેસ માત્ર મહારાષ્ટ્રમાંથી જ નોંધાયા છે. નોંધનીય છે કે મુંબઈમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. કોરોનાના ડેટા અનુસાર છેલ્લા 3 દિવસમાં સંક્રમિતોની સંખ્યા બમણી થઈ ગઈ છે.