Not Set/ NEE પરીક્ષાને લઇને રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને પાઠવી શુભકામનાઓ, સાથે મોદી સરકાર પર કર્યો કટાક્ષ

  કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે NEET પરીક્ષા લેવા માટે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમજ NEET ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાંબ્દિક પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદીજીને જેટલી તેમના મિત્રોની ચિંતા છે જો તેટલી જ NEET-JEE વિદ્યાર્થીઓ માટે હોત […]

Uncategorized
7ac57b0292294fe12b9c7ebe67a04700 1 NEE પરીક્ષાને લઇને રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને પાઠવી શુભકામનાઓ, સાથે મોદી સરકાર પર કર્યો કટાક્ષ
 

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે NEET પરીક્ષા લેવા માટે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમજ NEET ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાંબ્દિક પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદીજીને જેટલી તેમના મિત્રોની ચિંતા છે જો તેટલી જ NEET-JEE વિદ્યાર્થીઓ માટે હોત તો સારુ હતુ.

રાહુલ ગાંધીએ રવિવારે પોતાના ટ્વિટમાં લખ્યું હતું- “NEET ની પરીક્ષામાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓને મારી શુભેચ્છાઓ અને કોવિડ રોગચાળો અને પૂરને કારણે પરીક્ષા આપવામાં નિષ્ફળ ગયેલા વિદ્યાર્થીઓની સાથે મારી સહાનુભૂતિ. કાશ મોદીજીને જેટલી ચિંતા પોતાના ઉગ્ર મૂડીવાદી મિત્રોની છે, તેટલી JEENEET ઉમેદવારો અને વિદ્યાર્થીઓ માટે હોતી.”

કોરોનાકાળમાં આજે નેશનલ એલિઝિબિલિટી કમ એન્ટ્રેસ ટેસ્ટનું આયોજન રાખવામાં આવી રહ્યુ છે. આ પરીક્ષા દેશનાં તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. વિપક્ષી પાર્ટીઓ આ ટેસ્ટ માટે સરકાર પર સતત હુમલો કરી રહી હતી. તેમની માંગ હતી કે કોરોનાવાયરસ સંકટનાં સમયે પરીક્ષા મુલતવી રાખવામાં આવે. વળી, બિન-ભાજપ શાસિત રાજ્યોએ પણ પરીક્ષા મુલતવી રાખવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો, પણ ત્યાંથી તેઓ ખાલી હાથ પરત ફર્યા. NEET નાં મુલતવી રાખવાની માંગ માટે ઘણા વિદ્યાર્થીઓ અને રાજકીય પક્ષોએ સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોર્ટે તેને મુલતવી રાખવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.