Sports/ નીરજ ચોપરા ભાઈ સાથે માલદિવમાં આલિશાન રિસોર્ટમાં કરી રહ્યો છે મજ્જા

ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ સતત તે એડ ફિલ્મ્સ અને ટીવી શોમાં જઈ રહ્યા છે અને લોકોનું દિલ જીતવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ તસવીરો જોઇને લાગે છે કે, તેઓ કેવી રીતે મજ્જાથી માલદિવમાં એન્જોય કરી રહ્યા છે.

Sports
neeraj c 01 નીરજ ચોપરા ભાઈ સાથે માલદિવમાં આલિશાન રિસોર્ટમાં કરી રહ્યો છે મજ્જા

ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરા સતત વ્યસ્ત ચાલી રહ્યો હોય છે. નીરજ સતત વ્યસ્તતાની વચ્ચે રજાઓ માણવા માટે પોતાના ભાઈ સાથે માલદીવ પહોચી ગયો છે. નીરજ સતત પોતાના ચાહકોને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પોતાના વેકેશનની પળેપળની અપડેટ આપી રહ્યો છે. નીરજ ચોપરા પોતાની લેટેસ્ટ સ્ટોરીમાં ફ્લોટિંગ બ્રેકફાસ્ટની મજ્જા લઇ રહ્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે, “ હેલ્ધી બ્રેકફાસ્ટ વિથ ધ વ્યૂ”. નીરજ સમુદ્રની લહેરો વચ્ચે ખૂબ સારો સમય પસાર કરી રહ્યો છે. માલદીવમાં નીરજ ખૂબ જ મસ્ત આલિશાન ફ્યુરાવેરી રિસોર્ટમાં રોકાયા છે ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

neeraj c 02 નીરજ ચોપરા ભાઈ સાથે માલદિવમાં આલિશાન રિસોર્ટમાં કરી રહ્યો છે મજ્જા

બીજા ફોટોમાં નીરજે સમુદ્રની અંદર વચ્ચે આવેલા પુલ અને ખૂબસુરત રિસોર્ટની તસવીર શેર કરી છે. નીરજે ફોટોમાં ફ્યુરાવેરી અને પિક્યોરટ્રેલ પણ ટેગ કર્યું છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ સતત તે એડ ફિલ્મ્સ અને ટીવી શોમાં જઈ રહ્યા છે અને લોકોનું દિલ જીતવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ તસવીરો જોઇને લાગે છે કે, તેઓ કેવી રીતે મજ્જાથી માલદિવમાં એન્જોય કરી રહ્યા છે.

neeraj c 03 નીરજ ચોપરા ભાઈ સાથે માલદિવમાં આલિશાન રિસોર્ટમાં કરી રહ્યો છે મજ્જા

 

માલદિવ પહોચેલાનું ફ્યુરવેરીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માલદિવ વેકેશન પર પોતાના ભાઈ સાથે પહોચ્યા હતા. નીરજે રિસોર્ટ પર પહોંચ્યા બાદ તસવીરો શેર કરી હતી. હોટલ તરફથી નીરજની પ્રાઈવસીનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. નીરજે રિસોર્ટના સ્ટાફ સાથે તસવીર પણ ખેંચાવી છે.

neeraj c 04 નીરજ ચોપરા ભાઈ સાથે માલદિવમાં આલિશાન રિસોર્ટમાં કરી રહ્યો છે મજ્જા

માલદિવ જતા પહેલા નીરજે ખૂબ જ સુંદર એવા આઈલેન્ડની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, “ અલાર્મ ઓફ, વેકેશન મોડ ઓન”. ત્યારથી નીરજ ચોપરાના વેકેશનની તસવીરોની ચાહકો રાહ જોઈ રહ્યા હતા. આ ફોટોમાં કેપ્શનમાં “ સુકુન” લખ્યું છે.

neeraj c 05 નીરજ ચોપરા ભાઈ સાથે માલદિવમાં આલિશાન રિસોર્ટમાં કરી રહ્યો છે મજ્જા