Not Set/ કોરોનાના વધતા સંક્રમણને લઇ ભારત સરકારનો નિર્ણય, NEET ની પરીક્ષા મોકૂફ

આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા ટ્વીટ કરીને આ અંગે માહિતી આપવામાં આવી છે. આ પરીક્ષા 18 એપ્રિલના રોજ યોજાવાની હતી. રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ (NBE) એ 14 એપ્રિલના રોજ NEET PG 2021 એડમિટ કાર્ડ (NEET PG 2021 પ્રવેશ કાર્ડ) જારી કર્યું હતું.

Top Stories
morva hafdaf 2 કોરોનાના વધતા સંક્રમણને લઇ ભારત સરકારનો નિર્ણય, NEET ની પરીક્ષા મોકૂફ

18 એપ્રિલે યોજાવાની હતી NEETની પરીક્ષા

કેન્દ્રીયમંત્રી ડો. હર્ષવર્ધને કરી જાહેરાત

વિશ્વિક મહામારી કોરોનાએ ભારતમાં તેના તમામ રેકોર્ડ તોડી રહ્યું છે. ભારતમાં સતત રોકેટ ગતિએ કોરોનાકેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોના મામલે ભારત સીધું જ વુહાન બનવા જાણે મથી રહ્યું છે. તેવા સંજોગો હાલમાં ભારતમાં જોવા મળી રહ્યા છે.

દેશભરમાં સતત નોધાઇ રહેલા રેકોર્ડ બ્રેક કોરોના પોઝિટિવ (COVID-19) મામલાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા એટલે કે NEET 2021 પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આગામી ઓર્ડરની રાહ જોવ માટે વિધાર્થીઓને કહેવામાં આવ્યું છે.