બોલિવૂડની પ્રખ્યાત સિંગર નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ચુક્યા છે. તાજેતરમાં જ નેહા કક્કર અને રોહનપ્રીતે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તે જ સમયે, અચાનક લગ્ન કરીને બંનેએ તેમના પ્રશંસકોને મોટી સરપ્રાઇઝ આપી છે. નેહા કક્કર અને રોહનપ્રીત સિંહના લગ્નના વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હવે તાજેતરમાં નેહાનો બીજો એક વીડિયો ઘણો ચર્ચામાં છે. આ વીડિયોમાં નેહા કક્કર ‘નાચ મેરી લૈલા’ ગીત પર ધમાકેદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
Photos: નેહા કક્કરે રોકા સેરેમનીથી લઈને તેના લગ્નમાં પહેર્યા આ સુંદર…
વીડિયોમાં જોઇ શકાય છે કે નેહા કક્કરે તેના મોં ઉપર લાલ રંગનો ઘુંઘટ ઓઢેલો છે. તે જ સમયે, વીડિયોમાં તેની સાથે તેનો ભાઈ ટોની કક્કર અને રોહનપ્રીત પણ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે નેહા કક્કર જબરદસ્ત ડાન્સ કરી રહી છે. નેહા કક્કર અને રોહનપ્રીતના આ વીડિયો પર ચાહકો ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેહા અને રોહનપ્રીત સિંહના લગ્નમાં ફક્ત પરિવાર અને ખાસ મિત્રો જ સામેલ થયા હતા, લગ્ન બાદ બંને પંજાબમાં તેમનું રિસેપ્શન કરશે. લગ્ન પહેલા નેહા કક્કરની મહેંદી અને હલ્દી વિધિઓથી સંબંધિત વીડિયોની પણ ખૂબ ચર્ચા કરવામાં આવી હતી.
Bollywood: માન્યતાએ સંજય દત્તને ગણાવ્યા રામ, શેર કર્યો વીડિયો…
આપને જણાવી દઈએ કે તાજેતરમાં નેહા કક્કર અને રોહનપ્રીત સિંહનું ગીત નેહુ દા બ્યાહ પણ રીલિઝ થયું હતું, જેના દ્વારા બંને પહેલીવાર સાથે કામ કરતા જોવા મળ્યા હતા. આ ગીત દ્વારા ચાહકોના દિલ જીતવામાં કોઈ કસર બાકી નથી રાખી.