બોલિવૂડની ટોચની સિંગર નેહા કક્કર પણ પોતાની ઉત્સાહ અને બોલ્ડનેસ માટે ઘણી હેડલાઇન્સ બનાવે છે. નેહા માત્ર સિંગિંગને લઈને જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર ફની વીડિયોને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ નેહા કક્કડનો એક વીડિયો ફેન્સને પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં જમીન પર લથડતી અને ડાન્સ કરતી જોવા મળી રહ્યી છે. નેહા પતિ રોહનપ્રીત સિંહ સાથે ડાન્સ કરી રહી છે. મિડલ ક્લાસ ફેમિલીમાંથી સ્ટાર બનેલી નેહાની આ સ્ટાઇલ દિલને સ્પર્શી જાય એવી છે.
નેહા કક્કર માત્ર એક અદ્ભુત ગાયિકા જ નથી પણ એક સારી ડાન્સર પણ છે. તાજેતરમાં નેહા એક મિત્રની બર્થડે પાર્ટીમાં ગઈ હતી. ત્યાં પાર્ટીમાં નેહાએ ઘણા ગીતો પર ડાન્સ કર્યો, પરંતુ આ પાર્ટીમાં નેહાનો નાગિન ડાન્સ સૌથી વધુ મજેદાર હતો. નેહાએ પતિ રોહનપ્રીત સાથે જમીન પર રોલ કરીને નાગિન ડાન્સ સ્ટેપ્સ કર્યા છે. નેહાનો આ ડાન્સ જોઈને મહેમાનો હસી પડ્યા પણ તે જરાય શરમાતી નથી અને ભરપૂર એન્જોય કરે છે.
https://www.instagram.com/reel/CfyB6CQM1hl/?utm_source=ig_embed&ig_rid=f10622ec-f329-4ec9-9f69-5fd5adbb1142
નેહાનો આ વીડિયો રોહનપ્રીતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેણે લખ્યું છે કે, ‘જો તમારો પાર્ટનર દારૂ પીધા વિના આ રીતે ડાન્સ કરે છે તો તરત તેની સાથે લગ્ન કરી લો.’ રોહને આ વીડિયોને કેપ્શન આપ્યું છે કે ‘મિસ યુ લાડો,