કોરોનાના લીધે દેશની હાલત ખુબ નાજુક છે કોરોનાથી લોકો મરી રહ્યા છે.કોરોના વાયરસથી દિલ્હીમાં દરરોજ સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે ચાણક્યપુરી ખાતે નહેરુ પ્લેનેટોરિયમના નિર્દેશક અને અખિલ ભારતીય પ્લેનેટોરિયમ સમિતિના અધ્યક્ષ નંદીવાડા રત્નશ્રીનું કોરોનાથી આકસ્મિક અવસાન થયું.
દિલ્હીમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. દિલ્હીમાં ઓક્સિજનની અછતના લીધે આજે પણ લોકો મરી રહ્યા છે.દિલ્હીની હાલત અતિ ભંયકર છે અનેક જાણીતી હસ્તીઓ મરી રહી છે નંદીવાડા રત્નશ્રી કોરોનાથી સંક્રમિત હતા અને ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક નજીક ડીઆરડીઓની અસ્થાયી હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી. તેમને ઓળખનારા લોકોમાં તે ‘રત્ના શ્રી’ તરીકે લોકપ્રિય હતી. તેને ખગોળશાસ્ત્રની દુનિયામાં ગહન રસ હતો. તેનો જન્મ હૈદરાબાદમાં થયો હતો અને તેનો અભ્યાસ લખનઉ, હૈદરાબાદ અને મુંબઇમાં થયો હતો. તેમણે ખગોળશાસ્ત્રમાં પીએચડી કર્યું.
નિધન/
અખિલ ભારતીય પ્લેનેટોરિયમના અધ્યક્ષ નંદીવાડા રત્નશ્રીનું કોરોનાથી મોત
કોરોનાથી નંદીવાડાનું મોત
