Ahmedabad News/ અમદાવાદમાં સાત વર્ષની બાળકી પર પાડોશીએ આચર્યું દુષ્કર્મ

પાડોશી 7 વર્ષની બાળકીને રમાડવાના બહાને પોતાના ઘરની છત પર લઈ ગયો હતો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : મહિલાઓ અને દીકરીઓ માટે કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં ફરી એકવાર માણસાઈને શરમાવતી ઘટના સામે આવી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં 7 વર્ષની બાળકી પર પાડોશી દ્વારા ધાબા પર બોલાવી દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. આ સિવાય બાળકીનું ગળુ દબાવી હત્યાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, બાળકીની બૂમો આસપાસના લોકોને સંભળાઈ જતાં લોકો ભેગા થઈ ગયાં હતાં. લોકોને આવતા જોઈ આરોપી છાનામાના ઘમાં જઈને સૂઈ જતાં બાળકીનો જીવ બચી ગયો.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાડોશી 7 વર્ષની બાળકીને રમાડવાના બહાને પોતાના ઘરની છત પર લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટના વિશે બાળકી કોઈને જાણ કરે તે પહેલાં તેનું ગળું દબાવી મારી નાંખવાનો પ્રયાસ કર્યો. જોકે, બાળકીએ બૂમો પાડતા આજુબાજુના પાડોશીઓ ભેગા થઈ જતાં આરોપી ઘરમાં જઈને સૂઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં લોકોએ બાળકીને સુરક્ષિત રીતે માતા-પિતાને સોંપી દીધી તેમજ આરોપીને માર મારી પોલીસને સોંપી દીધો હતો.મળતી માહિતી મુજબ આરોપીની ઓળખ અશોક રાજપૂત તરીકે થઈ છે.

અમદાવાદમાં તે પરિવાર વિના એકલો જ રહે છે અને છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. બાળકીને એકલી જોતા તેણે રમાડવાના બહાને દુષ્કર્મ આચરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ મામલે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ સુરતમાં SOG પોલીસે 100 કરોડના હવાલા કૌભાંડમાં અમદાવાદમા કનેક્શન ઝડપ્યું,ઓમ પંડ્યાની કરી ધરપકડ

આ પણ વાંચોઃ સુરત ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડ અને હવાલા રેકેટમાં વધુ ત્રણ ઝડપાયા

આ પણ વાંચોઃ સુરતમાં હવાલા સિમકાર્ડ રેકેટ મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ