nepal news/ નેપાળમાં વડા પ્રધાન અને રાષ્ટ્રપતિના રાજીનામા પછી શું?

નેપાળની સેનાએ હવે સુરક્ષા કામગીરીની સંભાળ પોતાના હાથમાં લઇ લીધી છે. હિંસક વિરોધ વચ્ચે, મંગળવારે વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું હતું. હવે બધાની નજર આગળ શું થશે તેના પર છે.

international World Trending
Nepal Army takes over security operations

કાઠમંડુ: નેપાળ સેનાએ જાહેરાત કરી હતી કે તે મંગળવારે રાત્રે 10 વાગ્યાથી તેઓ સુરક્ષા કામગીરી સંભાળશે. વિરોધ પ્રદર્શનો વચ્ચે, સેનાએ સુરક્ષા કામગીરી સંભાળી પણ લીધી છે અને મંગળવારે ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કબજો મેળવ્યો છે, જ્યારે વિરોધીઓએ સાંજે એરપોર્ટ પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર ફ્લાઇટ સેવાઓ આંશિક રીતે સ્થગિત કરવામાં આવી હતી. વિરોધીઓએ પરિસરના અંદરના ઘરોને બાળી નાખ્યા બાદ સેનાએ સરકારના મુખ્ય સચિવાલય મકાન, સિંહ દરબાર પર પણ નિયંત્રણ મેળવ્યો હતો. વિરોધીઓને હાંકી કાઢ્યા પછી સેનાએ પરિસરમાં પ્રવેશ કર્યો અને નિયંત્રણ મેળવ્યું હતું.

ઓલી પછી કોણ?
કાઠમંડુમાં હિંસક વિરોધ પ્રદર્શનોને કારણે, મંગળવારે વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું હતું, જેને રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલે સ્વીકારી લીધું છે. જોકે, આગામી દિવસોમાં પરિસ્થિતિ કેવી રહેશે તે અંગે અનિશ્ચિતતા છે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ઓલીનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે, પરંતુ વધુ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમને પદ પર રહેવાનું કહેવામાં આવ્યું છે. અગાઉ, સેનાએ રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. દરમિયાન, સેનાએ કહ્યું છે કે તે લોકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
______________________________________________________________________________________________________

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નેપાળની ઘટના બાબતે પ્રવકતા મંત્રીનું નિવેદન, ફસાયેલ ગુજરાતીઓ માટે થઇ રહ્યા છે તમામ પ્રયાસ

આ પણ વાંચો:કાઠમંડુ એરપોર્ટ પર ફસાયા ગુજરાતી યાત્રાળુઓ, નેપાળમાં વિરોધ પ્રદર્શનને કારણે ફ્લાઇટ રદ