IRCTC Q2/ Q2FY24માં કંપનીનો ચોખ્ખો નફો 30.36% વધીને ₹294.67 કરોડ થયો, આવક 23.51% વધી

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે IRCTC એ મંગળવારે (7 નવેમ્બર) ના રોજ નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) ના પરિણામો જાહેર કર્યા છે.

Trending Business
YouTube Thumbnail 2023 11 07T180439.231 Q2FY24માં કંપનીનો ચોખ્ખો નફો 30.36% વધીને ₹294.67 કરોડ થયો, આવક 23.51% વધી

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે IRCTC એ મંગળવારે (7 નવેમ્બર) ના રોજ નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) ના પરિણામો જાહેર કર્યા છે. Q2FY24 માં IRCTCનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 30.36% વધીને રૂ. 294.67 કરોડ થયો છે.

આવક 23.51% વધીને રૂ. 995.31 કરોડ થઈ છે

IRCTCએ ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 226.03 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. Q2 માં કામગીરીથી કંપનીની આવક વાર્ષિક ધોરણે (YoY) 23.51% વધીને રૂ. 995.31 કરોડ થઈ છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં તે રૂ. 805.80 કરોડ હતો.

EBITDA 20.2% વધીને Rs 366.5 કરોડ થયો

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ઓપરેટિંગ નફો (EBITDA) વાર્ષિક ધોરણે 20.2% વધીને રૂ. 366.5 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 304.9 કરોડ હતો.

iiiiiiiii 1699358795 Q2FY24માં કંપનીનો ચોખ્ખો નફો 30.36% વધીને ₹294.67 કરોડ થયો, આવક 23.51% વધી

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં EBITDA માર્જિન 36.8% હતું

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું EBITDA માર્જિન 36.8% હતું, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 37.8% હતું. આજે પરિણામો પહેલા, IRCTCનો શેર 1.68% વધીને રૂ. 682.75 પર બંધ થયો હતો.


whatsapp ad White Font big size 2 4 Q2FY24માં કંપનીનો ચોખ્ખો નફો 30.36% વધીને ₹294.67 કરોડ થયો, આવક 23.51% વધી


આ પણ વાંચો: Israel Hamas War/ યુદ્ધ વચ્ચે UAEનું મોટું પગલું, ગાઝામાં ઓપરેશન ‘ગેલન્ટ નાઈટ 3’ શરૂ

આ પણ વાંચો: Telecom Licensing Rule/ Jio અને Airtel આ વિદેશી ફિનટેક કંપનીઓથી નારાજ! સરકારને કરી ફરિયાદ

આ પણ વાંચો: Stock Market/ બજારનો જબરજસ્ત તેજી સાથે પ્રારંભઃ સેન્સેક્સ 450થી વધુ પોઇન્ટના ઉછાળા સાથે ખૂલ્યો