હવે મારાથી નહીં થાય.../ નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્ર ચંદ્રકુમાર બોઝે ભાજપમાંથી આપ્યું રાજીનામું!

2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભૂકંપ: નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્ર ચંદ્રકુમાર બોઝે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

Top Stories India
WhatsApp Image 2023 09 06 at 7.22.49 PM નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્ર ચંદ્રકુમાર બોઝે ભાજપમાંથી આપ્યું રાજીનામું!

નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્ર ચંદ્રકુમાર બોઝે ભારતીય જનતા પાર્ટી(BJP) છોડી દીધી છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા તેમનું પાર્ટી છોડવું બંગાળમાં ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તેમણે પક્ષ છોડવાનું કારણ મતભેદો ગણાવ્યા અને બુધવારે ભાજપમાંથી રાજીનામું આપ્યું.

ચંદ્ર કુમાર બોઝ 2016માં પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉપાધ્યક્ષ હતા અને 2020માં તેમને હટાવવામાં આવ્યા હતા. તેમના રાજીનામા પત્રમાં તેમણે લખ્યું છે કે, તેમને બોઝ ભાઈઓ – સુભાષચંદ્ર બોઝ અને સરતચંદ્ર બોઝની વિચારધારાનો પ્રચાર કરવા માટે કેન્દ્ર કે રાજ્ય સ્તરે ભાજપ તરફથી કોઈ સમર્થન મળ્યું નથી.

તેમણે વધુમાં લખ્યુ હતું કે, “આ પ્રશંસનીય ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટેના મારા પોતાના ઉત્સાહી પ્રચારના પ્રયાસોને પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર અથવા રાજ્ય સ્તરે ભાજપ તરફથી કોઈ સમર્થન મળ્યું નથી. મેં લોકો સુધી પહોંચવા માટે બંગાળની વ્યૂહરચના સૂચવતો પત્ર લખ્યો હતો. વિગતવાર દરખાસ્ત કરી હતી. પરંતુ મારી દરખાસ્તોને અવગણવામાં આવી હતી. આ કમનસીબ સંજોગોને ધ્યાનમાં રાખીને, મારા માટે ભાજપના સભ્ય તરીકે ચાલુ રહેવું અશક્ય બની ગયું છે.”

આ પણ વાંચો:પટના યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન લપસી પડ્યા નીતીશ કુમાર અને…

આ પણ વાંચો:અધીર રંજન ચૌધરીએ “વન નેશન,વન ઈલેક્શન”ની કમિટીમાં સામેલ ન થવાનું જણાવ્યું કારણ

આ પણ વાંચો:શંકાસ્પદ હાલતમાં મળ્યો ફ્લાઇટ એટેન્ડન્ટનો મૃતદેહ, પોલીસે આ રીતે ઉકેલ્યો હત્યાનો ભેદ

આ પણ વાંચો:અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને હલનચલન, CM યોગી આવતીકાલે PM મોદીને આમંત્રણ આપવા જશે દિલ્હી