Not Set/ વિશ્વમાં 6 લાખ નવા કેસ, દેશમાં કોરોના સંક્રમિતો 30,000ની નીચે, કુલ 98 લાખને પાર , ગુજરાતમાં શું છે સ્થિતિ

અત્યાર સુધીમાં, વિશ્વભરમાં સાત કરોડથી વધુ લોકો કોરોના રોગચાળાથી પીડિત છે, જ્યારે 15.80 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે .છેલ્લા 24 કલાકમાં 6.60 લાખ નવા કેસ નોંધાયા છે અને

Gujarat India World
corona world

અત્યાર સુધીમાં, વિશ્વભરમાં સાત કરોડથી વધુ લોકો કોરોના રોગચાળાથી પીડિત છે, જ્યારે 15.80 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે .છેલ્લા 24 કલાકમાં 6.60 લાખ નવા કેસ નોંધાયા છે અને 12,522 ચેપગ્રસ્ત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટીના વિજ્ઞાની એન્જિનિયરિંગ કેન્દ્ર તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે કોરોના વાયરસ અત્યાર સુધીમાં વિશ્વના 192 દેશોમાં 6.95 મિલિયન લોકોને ચેપ લાગી ચૂક્યો છે, જ્યારે 15 લાખ 80 હજાર 727 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકામાં અત્યાર સુધીમાં 15.5 મિલિયનથી વધુ લોકોને ચેપ લાગ્યો છે, જ્યારે 2.92 લાખ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. ચેપના કેસો અનુસાર, બીજા સૌથી મોટા દેશ ભારતમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા લગભગ 97.96 લાખ રહી છે. અત્યાર સુધીમાં, 92.90 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને માર માત આપી છે અને મૃત્યુ દર ફક્ત 1.45 ટકા છે. બ્રાઝિલમાં કોરોના વાયરસથી પ્રભાવિત લોકોની સંખ્યા 67.81 લાખને વટાવી ગઈ છે અને 1.79 લાખ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. રશિયામાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 25.46 લાખની નજીક પહોંચી ગઈ છે જ્યારે 44,769 લોકો મૃત્યુ પામ્યા છે.

No fear of contagion in cremation of corona-infected body, say experts

દેશમાં 24 કલાકમાં સંક્રમિત થનારા લોકોની સંખ્યા 30 હજારની નીચે રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 29,398 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 414 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 97,96,770 થઈ ગઈ છે.ભારતમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 92 લાખ 90 હજાર 834 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 37,528 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 3,63,749 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,42,186 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.રિકવરી રેટ 94 284 ટકા અને 3.71 ટકા કોરોનાના સક્રિય કેસો છે જ્યારે મૃત્યુદર અત્યારે 1.45 ટકા થયો છે

Statement / કોંગ્રેસ પર શિવસેનાના નેતા સંજય રાઉતે સાધ્યું નિશાન, કહ્યું-…

રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1270 કેસ નોંધાયા છે. જેની સામે 1465 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 12 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4135 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 2,24,081 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 13,820 છે. આજે રાજ્યમાં કુલ 60,547 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.99 ટકા છે.ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 265, અમદાવાદ જિલ્લામાં 13, સુરત શહેરમાં 171, સુરત જિલ્લામાં 25, વડોદરા શહેરમાં 138, વડોદરા જિલ્લામાં 41 , રાજકોટ શહેરમાં 89, રાજકોટ જિલ્લામાં 35, ગાંધીનગર શહેરમાં 19, ગાંધીનગર જિલ્લામાં 39, મહેસાણામાં 50, પાટણમાં 37, પંચમહાલમાં 28 સહિત કુલ 1270 કેસ નોંધાયા છે.ગુજરાતમાં 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 12 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 7, સુરતમાં 3 જ્યારે વડોદરા અને મહેસાણામાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 262, અમદાવાદ જિલ્લામાં 17, સુરત શહેરમાં 201, સુરત જિલ્લામાં 68, વડોદરા શહેરમાં 104, વડોદરા જિલ્લામાં 64 , રાજકોટ શહેરમાં 105, રાજકોટ જિલ્લામાં 41, ગાંધીનગર શહેરમાં 22, ગાંધીનગર જિલ્લામાં 11, અમરેલીમાં 53, પાટણમાં 51 સહિત કુલ 1465 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.ગુજરાતમાં અત્યારે કુલ 13,820 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 72 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 13,748 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 206126 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

UP / CM યોગી આદિત્યનાથે કહ્યું ક્યારે મળશે કોરોના વાયરસ વેક્સિન?…

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…