Not Set/ ટેકનોલોજી/ WhatsApp નું નવુ ફિચર્સ, થોડા સમય બાદ તમારો મેસેજ થઇ જશે ગાયબ

મેસેજિંગ એપ્લિકેશન WhatsApp ઘણીવાર તેની એપ્લિકેશનમાં નવી સુવિધાઓ ઉમેરતુ રહે છે. ફરી એક વાર, WhatsApp તેની એપ્લિકેશનમાં એક નવું ફિચર્સ ઉમેર્યું છે. વોટ્સએપ યૂઝર્સને આ સુવિધાનો લાભ મળશે. આ ફિચરમાં મેસેજ થોડા સમય બાદ આપો આપ ડિલીટ થઇ જશે. ફેસબુકની માલિકીની કંપની વોટ્સએપની આ વિશેષ સુવિધાએ એન્ડ્રોઇડ પબ્લિક બીટા વર્ઝન v2.19.275 સાથે ટેસ્ટિંગ શરૂ કરી […]

Tech & Auto
WhatsApp2124 ટેકનોલોજી/ WhatsApp નું નવુ ફિચર્સ, થોડા સમય બાદ તમારો મેસેજ થઇ જશે ગાયબ

મેસેજિંગ એપ્લિકેશન WhatsApp ઘણીવાર તેની એપ્લિકેશનમાં નવી સુવિધાઓ ઉમેરતુ રહે છે. ફરી એક વાર, WhatsApp તેની એપ્લિકેશનમાં એક નવું ફિચર્સ ઉમેર્યું છે. વોટ્સએપ યૂઝર્સને આ સુવિધાનો લાભ મળશે. આ ફિચરમાં મેસેજ થોડા સમય બાદ આપો આપ ડિલીટ થઇ જશે. ફેસબુકની માલિકીની કંપની વોટ્સએપની આ વિશેષ સુવિધાએ એન્ડ્રોઇડ પબ્લિક બીટા વર્ઝન v2.19.275 સાથે ટેસ્ટિંગ શરૂ કરી દીધુ છે. ટૂંક સમયમાં આ બધા યૂઝર્સ માટે અપડેટ કરવામાં આવશે. આ ફિચરને Dissapearing Message ફિચર નામ આપવામાં આવ્યું છે.

Image result for whatsapp new feature Dissapearing Message"

અત્યારે તમને વોટ્સએપની આ સુવિધાનો લાભ મળશે નહીં. હાલમાં તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ટેસ્ટિંગ સફળ થયા પછી, તેને વોટ્સએપ અપડેટ સાથે બગ-ફ્રી કરવામાં આવશે. આ સુવિધા હેઠળ, મેસેજ થોડા સમય પછી તમારા ચેટ બોક્સથી આપમેળે ડિલીટ થઇ જશે.

Image result for whatsapp new feature Dissapearing Message"

આ સુવિધાને અપડેટ કર્યા પછી, તમને વોટ્સએપમાં એક વિકલ્પ મળશે. તમારે તમારા મેસેજ બોક્સમાંથી મેસેજ કાઠી નાખવાનો સમય સેટ કરવો આવશ્યક છે. જેના માટે 1 કલાક, 1 દિવસ, 1 અઠવાડિયુ, 1 મહિનો અથવા 1 વર્ષ માટે સમય સેટ કરવાનો વિકલ્પ હશે. તમે ગમે તે સમય પસંદ કરો, મેસેજ બોક્સમાંથી મેસેજ આપમેળે કાઠી નાખવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.