New Internet Web-3/ નવું ઇન્ટરનેટ વેબ-3 નોકરીઓનું કરશે સર્જન, આઈટી સેક્ટરને થશે મોટો લાભ

New Internet Web-3 વર્ઝનની સીધી અસર સપ્લાય ચેઈન મેનેજમેન્ટ, હેલ્થકેર, આઈટી, એજ્યુકેશન અને ઓળખ કાર્ડ સેક્ટર પર પડશે. આ ક્ષેત્રોમાં ઝડપી ફેરફારો થતા માળખાગત બદલાવ આવશે સાથે રોજગારીની તકો પણ વધશે.

Tech & Auto
મનીષ સોલંકી 2023 11 30T142537.740 નવું ઇન્ટરનેટ વેબ-3 નોકરીઓનું કરશે સર્જન, આઈટી સેક્ટરને થશે મોટો લાભ

આજે ટેકનોલોજીનો જમાનો છે. આજે ટેકનોલોજીના કારણે લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આધુનિક સમયમાં ટેકનોલોજીના કારણે કલાકોમાં થતું કામ મિનિટમાં થવા લાગ્યું છે. અને હવે ઇન્ટરનેટનો વધુ આધુનિક તબક્કો આવી રહ્યો છે. જેના કારણે મિનિટોમાં થતું કામ સેકન્ડમાં થશે. નવું ઇન્ટરનેટ વેબ-3 આવી રહ્યું છે. નવા ઇન્ટરનેટ વેબ-3 (New Internet Web-3 )ના કારણે આઈટી સેક્ટરને મોટો લાભ થશે અને રોજગારીની તકો વધશે. વેબ-3 ને વેબ 3.0 પણ કહેવાય છે. આ ઈન્ટરનેટ જગતનો આગળનો તબક્કો છે. આમાં વિકેન્દ્રિત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ક્રિપ્ટોકરન્સી, NFT અને Metaverse પણ આનાં ઉદાહરણો છે. ઈન્ટરનેટ વેબ-3નો ઉપયોગ મશીન લર્નિંગ અને એઆઈમાં પણ થઈ રહ્યો છે.

ઈન્ટરનેટ વેબ-3 યુવાનો માટે વરદાનરૂપ બનશે. ઈન્ટરનેટની મદદથી લાખો યુવાનોને ઊંચા પગારની નોકરીઓ મળશે. આનાથી ટેક્નોલોજીની દુનિયા બદલાવ થવા સાથે ભારતમાં 20 લાખથી વધુ નવી નોકરીઓનું સર્જન થશે. ઈન્ટરનેટ વેબ-3 આવતા સુસ્ત આઇટી સેક્ટરને પ્રોત્સાહન મળશે. તાજેતરમાં જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ આગામી સમયમાં ઇન્ટરનેટ વેબ-3ના આધારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)અને Metaverseની મદદથી ભારતમાં 200 બિલિયન ડોલરનો બિઝનેસ જનરેટ થશે. ઈન્ટરનેટ વેબ-3 (New Internet Web-3 )નું વર્ઝન વિકેન્દ્રિત બ્લોક ચેઈન ટેક્નોલોજી પર આધારિત હશે.

રિપોર્ટ અનુસાર ઈન્ટરનેટ વેબ-3 આગામી સમયમાં આઈટી સેક્ટર ઉપરાંત ભારતના યુવાનો માટે વધુ લાભકારક સાબિત થશે. યુવાનો માટે રોજગારીની વિપુલ તકો રહેશે. ટેકનોલોજીના જમાનામાં યુવાનો ઊંચા પગારની અપેક્ષાએ વિદેશ જવા લાગ્યા છે. ત્યારે ઇન્ટરનેટ વેબ-3 (New Internet Web-3 )ના કારણે આગામી 10 વર્ષમાં દેશમાં લગભગ 20 લાખ ઉચ્ચ પગારની નોકરીઓની ક્ષમતા હોવા અંગેની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  એક અંદાજ મુજબ ભારતમાં વેબ-3 સેક્ટરમાં લગભગ 900 નાની-મોટી કંપનીઓ કામ કરી રહી છે. વર્ષ 2022માં વૈશ્વિક વેબ-3 વિકાસમાં તેમનો હિસ્સો લગભગ 11 ટકા હતો. આ ઉપરાંત નવા લોકોને પણ આ સેક્ટરમાં જુનિયર લેવલ પર સરળતાથી નોકરીઓ મળશે.

ઈન્ટરનેટના વેબ-3 (New Internet Web-3)વર્ઝનની સીધી અસર સપ્લાય ચેઈન મેનેજમેન્ટ, હેલ્થકેર, આઈટી, એજ્યુકેશન અને ઓળખ કાર્ડ સેક્ટર પર પડશે. આ ક્ષેત્રોમાં ઝડપી ફેરફારો થતા માળખાગત બદલાવ આવશે. ભારતમાં તેના ફેલાવાની યોગ્ય તકો પહેલેથી જ ઉપલબ્ધ છે. તેથી તેની અસર ઝડપથી વિકસતા આઈટી અને સર્વિસ સેક્ટરમાં સ્પષ્ટપણે જોવા મળશે.