india news/ નવા મહિનાની ભેટ! કોમર્શિયલ LPG સિલિન્ડર 200 રૂપિયાથી વધુ સસ્તું, જાણો ઘરેલુ ગેસના ભાવ

નવા મહિનાની શરૂઆત સાથે LPG ગ્રાહકો માટે મોટા સમાચાર આવ્યા છે. સરકારે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં મોટી રાહત આપી છે

Top Stories India
LPG

 Commercial Gas Cylinder Price: નવા મહિનાની શરૂઆત સાથે કેન્દ્ર સરકારે કોમર્શિયલ LPG સિલિન્ડર વાપરતા વેપારીઓને રાહત આપી છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાથી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે. સતત બીજા મહિને સરકારે કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે, જ્યારે 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

અહેવાલો મુજબ, દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં ₹202નો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આ સિલિન્ડર ₹2,728માં મળશે, જે અગાઉ ₹2,930માં મળતો હતો.

કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ₹209નો ઘટાડો થતાં હવે તેનો ભાવ ₹2,872.50 થયો છે. પટનામાં પણ ₹209નો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ત્યાં સિલિન્ડર હવે ₹3,018માં ઉપલબ્ધ રહેશે. જ્યારે લખનૌમાં આ સિલિન્ડરનો ભાવ ₹3,052.50થી ઘટીને ₹2,860.50 થયો છે.

સરકારના આ નિર્ણયથી હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, કેટરિંગ વ્યવસાય તેમજ ચા-નાસ્તાની દુકાનો જેવા કોમર્શિયલ LPGનો ઉપયોગ કરતા વેપારીઓને સીધો લાભ મળશે.

બીજી તરફ સામાન્ય ગ્રાહકો માટે કોઈ રાહત આપવામાં આવી નથી. 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. હાલમાં દિલ્હીમાં ઘરેલુ સિલિન્ડર ₹942, કોલકાતામાં ₹968, મુંબઈમાં ₹941.50 અને ચેન્નાઈમાં ₹957.50ના ભાવે ઉપલબ્ધ છે.


આ પણ વાંચો: PNG હોય તો LPG સિલિન્ડર પરત ફરજિયાત,સરકારનો નવો નિયમ

આ પણ વાંચો: જુલાઈના પ્રથમ દિવસે કોમર્શિયલ LPG સિલિન્ડર સસ્તું, જાણો નવા ભાવ

આ પણ વાંચો: ડીઝલ ATF પર નિકાસ ડ્યુટી ઘટાડો, LPG સિલિન્ડર મોંઘા, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય