Rules/ રેલ્વેના નવા નિયમ : યાત્રીઓ માટે માઠાનાં સમાચાર, રેલ્વેએ બદલ્યા નિયમો, જાણીલો…

કોરોનામાં સરકારે અનેક નિયમોમાં બદલાવ કર્યો છે. અને જેના કારણે જનતા અનેક તકલીફોને સામનો પમ કરવો પડ્યો છે. એવામાં હવે રેવ્લે દ્રારા પણ અનેક નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે.તો આવો જોઈએ શું છે. સમગ્ર વિગત..

India
sss રેલ્વેના નવા નિયમ : યાત્રીઓ માટે માઠાનાં સમાચાર, રેલ્વેએ બદલ્યા નિયમો, જાણીલો...

કોરોનામાં સરકારે અનેક નિયમોમાં બદલાવ કર્યો છે. અને જેના કારણે જનતા અનેક તકલીફોને સામનો પમ કરવો પડ્યો છે. એવામાં હવે રેવ્લે દ્રારા પણ અનેક નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે.તો આવો જોઈએ શું છે. સમગ્ર વિગત..

રેલ્વેના નવા નિયમ

રેલ્વેએ બદલ્યા નિયમો
રેલ્વે યાત્રીઓ માટે માઠાના સમાચાર
કોરોનાને કારણે થયા નિયમોમાં બદલાવ
કેન્સલ ટીકિટની રિફંડનો સમય લંબાવાયો
સમય મર્યાદાને 6 મહિનાથી વધારીને 9 મહિના કરાઈ
9 મહિના સુધી વધારી દેવામાં આવી સમય મર્યાદા

કોરોનાના કારણે થયેલા લૉકડાઉન દરમિયાન રેલવે કાઉન્ટર પરથી બુક કરાવેલી ટિકિટો કેન્સલ કરાવવા અને તેનુ રિફંડ મેળવવાનો ટાઇમિંગ વધારી દીધો છે. રેલવે દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, પીઆરએસ કાઉન્ટર ટિકિટો કેન્સલ કરાવવા અને કોઇપણ કાઉન્ટર પરથી રિફંડ મેળવવાની સમય મર્યાદાને 6 મહિનાથી વધારીને 9 મહિના કરી દેવામાં આવી છેઇન્ડિયન રેલવે અનુસાર તે જ લોકોને ટિકિટનું રિફંડ મળશે જેમણે 21 માર્ચ, 2020થી 31 જુલાઇ 2020 વચ્ચે યાત્રા માટે ટિકિટ બુક કરાવી હતી. એટલે કે જો તમે 30 જુલાઇ માટે ટ્રેન ટિકિટ બુક કરાવી હતી તો તમે તેને એપ્રિલ સુધી કેન્સલ કરાવીને રિફંડ મેળવી શકો છો. આ નિયમ નિર્ધારિત ટાઇમ ટેબલ વાળી ફક્ત તે જ ટ્રેન માટે ખરીદવામાં આવેલી ટિકિટો પર જ લાગુ થશે જેમને રેલવે દ્વારા રદ કરવામાં આવી હતી.

હેલ્પલાઇન નંબર 139 અથવા આઇઆરસીટીસીની વેબસાઇટના માધ્યમથી કાઉન્ટર ટિકિટ રદ કરાવવી. ટિકિટ રદ કરાવવાની સ્થિતિમાં પણ ટિકિટ કોઇપણ રેલવે કાઉન્ટર પર જમા કરવાની સમય મર્યાદાને યાત્રાની તારીખથી 9 મહિના સુધી વધારી દેવામાં આવી છે.

જણાવી દઇએ કે રેલવેએ કોવિડના ખતરાને જોતા 22 માર્ચથી ટ્રેનોની સેવાઓને બંધ કરી દીધી હતી. જે બાદ રેલવેએ કોવિડ-19ના પગલે મહામારીને ધ્યાનમાં લેતા ટિકિટ રદ્દ કરાવવા અને ભાડાની વાપસીને લઇને દિશા-નિર્દેશ જારી કર્યા હતા.તે અનુસાર રેલવે દ્વારા રદ કરવામાં આવેલી ટ્રેનો માટે રદ્દ પીઆરએસ કાઉન્ટર ટિકિટને જમા કરાવવાની સમય મર્યાદાને 3 દિવસથી વધારીને 6 મહિના કરી દેવામાં આવી હતી અને 139 અથવા આઇઆરસીટીસીની વેબસાઇટથી ટિકિટ રદ્દ કરાવવાની સ્થિતિમાં કોઇપણ કાઉન્ટર પરથી રિફંડ પ્રાપ્ત કરવાની સમય મર્યાદાને વધારીને યાત્રાની તારીખથી 6 મહિના કરી દીધી હતી.
તો હવે રેલ્વે દ્રારા હજુ નિર્ણયોમાં બદલાવ કર્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…