Covid-19/ અમદાવાદમાં નવા સ્ટ્રેન દર્દીઓ થયા સ્વસ્થ, SVP હોસ્પિટલમાંથી મળી રજા

હોસ્પિટલના વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, આ ચારમાંથી બેને ગઈકાલે સાંજે આરટી-પીસીઆર રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. યુકેમાં નવા સ્ટ્રેનના કારણે ભારતમાં હડકંપ મચ્યો છે.

Ahmedabad Gujarat
a 85 અમદાવાદમાં નવા સ્ટ્રેન દર્દીઓ થયા સ્વસ્થ, SVP હોસ્પિટલમાંથી મળી રજા

યુકેમાં નવા વાયરસ સ્ટ્રેન પીડિત 4 લોકો અમદાવાદની એસવીપી હોસ્પિટલમાંથી સ્વસ્થ થયા છે. 15 દિવસ પહેલા યુકેથી આવેલા મુસાફરોની તપાસ કરવામાં આવી હતી. તમામ રીપોર્ટ પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. તપાસ બાદ, ચારને યુકેના નવા વાયરસ સ્ટ્રેનના લક્ષણો હોવાનું જણાયું હતું. જે બાદ તમામને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલના વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, આ ચારમાંથી બેને ગઈકાલે સાંજે આરટી-પીસીઆર રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. યુકેમાં નવા સ્ટ્રેનના કારણે ભારતમાં હડકંપ મચ્યો છે. અહીં અત્યાર સુધીમાં સ્ટ્રેનના 30 નવા કેસ નોંધાયા છે. તાજેતરમાં, યુકેથી અમદાવાદ આવેલા 4 લોકોમાં આ વાયરસના લક્ષણો હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ બધાને દાખલ કરવામાં આવ્યા હતા.

નોંધપાત્ર વાત એ છે કે યુકેથી આવતા અન્ય છ લોકોનો અહેવાલ પણ પોઝિટીવ આવ્યો છે. તેમના નમૂનાઓ પણ પુણે મોકલી દેવાયા છે જેનો રિપોર્ટ હજી આવ્યો નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો