Not Set/ અમદાવાદમાં બર્થડે ઉજવણીનો નવો ટ્રેન્ડ, હાથમાં તલવાર થામતા યુવાનો

@અતિબ સૈયદ, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ.  અમદાવાદમાં જાણે અત્યારના યુવાપેઢીને જાણે કોઇ કાયદાની બિક જ નથી તેવું આજના બગડેલા માહોલને જોતાં લાગી રહ્યું છે. અત્યારની યુવા પેઢીમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યું છે તેવુ લાગી રહ્યું છે. આજના સમયમાં યુવ વર્ગને પોતાના જન્મદિવસની ઉજવણી કરવી અને તેનો વિડિયો બનાવી પોતાના વિસ્તારમાં વાયરલ પણ કરતા હોય […]

Ahmedabad Gujarat
dc Cover mnq1sdejru3h9442po5iqpnv50 20180619024611.Medi અમદાવાદમાં બર્થડે ઉજવણીનો નવો ટ્રેન્ડ, હાથમાં તલવાર થામતા યુવાનો

@અતિબ સૈયદ, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ. 

અમદાવાદમાં જાણે અત્યારના યુવાપેઢીને જાણે કોઇ કાયદાની બિક જ નથી તેવું આજના બગડેલા માહોલને જોતાં લાગી રહ્યું છે. અત્યારની યુવા પેઢીમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યું છે તેવુ લાગી રહ્યું છે. આજના સમયમાં યુવ વર્ગને પોતાના જન્મદિવસની ઉજવણી કરવી અને તેનો વિડિયો બનાવી પોતાના વિસ્તારમાં વાયરલ પણ કરતા હોય છે. જન્મદિવસની ઉજવણી કરવી એ સારી વાત કહેવાય પરંતુ ઉજવણીમાં ગેરકાયદેસર હથિયાર વડે ઉજવણી કરવી એ યોગ્ય નથી. અત્યારના સમયમાં યુવાનો પોતાની જન્મદિવસની ઉજવણી કરતા સમયે કેકને તલવાર અને ગેરકાયદેસર હથિયાર વડે કેક કાપવાનું ટ્રેન્ડ ચાલી રહ્યું છે. કેકને તલવારથી કાપવુ એ કેટલુ યોગ્ય ગણાય ? તલવાર વડે કેક કાપવાનો વિડિયો વાયરલ પણ થતા હોય છે. ત્યારે પોલીસ તેમની વિરુદ્ધ કાયદાકીય તપાસ કરે છે. અને તેમના વિરુદ્ધ ગુનો નોંધે છે. બીજા દિવસે તે લોકો જામીન લઇ બહારફરતા થઈ જાય છે. ત્યારે એવુ પણ ન કહેવાય કે પોલીસ તેમનું કામ નથી કરતી. પોલીસ તો તેમનું કામ કરે છે અને ગુનોં પણ નોંધે છે. ત્યારે જામીન પાત્ર ગુનો હોવાથી બિજા દિવસે આવા લોકો બહાર આવી જાય છે.

જાહેરમાં તલવારથી કેક કાપી પોલીસ કમિશ્નરના જાહેરનામાનોં ભંગ કરવાના ભૂતકાળમાં ઘણા બધા બનાવ બન્યા છે. ત્યારે પોલીસ ફરિયાદ નોંધીને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરનારા સામે કાયદેસર પગલા પણ લીધા છે. તાજેતરની જો ગઈ કાલની જ વાત કરવામાં આવે તો અમદાવાદના કુબેરનગર વિસ્તારનો એક વિડિયો વાયરલ થયો. જેમાં જાહેર રોડ પર નબિરાઓ કેક કાપતો વિડિયો વાયરલ થયો હતો. જાહેર રોડ પર હાથમાં તલવાર લઇ જાહેરનામાનો ભંગ કરી રોડ પર કેક કાપતો વિડિયો વાયરલ થયો. આ વિડિયો વાયરલ થતા પોલીસે દોડતી થઇ હતી. જોકે , વિડિયો બનાવનાર નબિરા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હજી સુધી કરી છે કે નહીં તે હાલ સત્તવાર જાણી શકાયું નથી.

 

atib saiyed story today અમદાવાદમાં બર્થડે ઉજવણીનો નવો ટ્રેન્ડ, હાથમાં તલવાર થામતા યુવાનો

( ફોટો : કુબેરનગર વિસ્તારનો હોવાનો અનુમાન )

આના થોડાદિવસ અગાઉ સારંગપુર વિસ્તારમાં પણ કોરોના ગાઇડ લાઇનને નેવે મુકતો વિડિયો વાયરલ થયો હતો. તેમાં નિયમોની ઐસીતૈસી કરતો વિડિયો વાયરલ થયો. આ વિડિયોમાં પણ કેટલાક નબિરાઓ હાથમાં તલવાર વડે કેક કાપતા નજરે જોવા મળ્યા હતા. આ નબિરાઓને કાયદાઓની કોઇ બિક નથી તેવું લાગી આવે છે. હાથમાં તલવાર લઇ એક કરતા વધુ કેક કાપતા લોકો જોવા મળી આવે છે. નબિરાઓ બેફામ બની રોડ પર કાયદાના લીરેલીરા ઉડાવી હાથમાં ગેરકાયદેસર તલવાર લઇ કેક કાપી રહ્યા છે.

 

15072021 અમદાવાદમાં બર્થડે ઉજવણીનો નવો ટ્રેન્ડ, હાથમાં તલવાર થામતા યુવાનો

( ફોટો : સારંગપુર વિસ્તારનો હોવાનો અનુમાન )

આમ, આવી વિચારધારણા યુવાનોમાં ક્યાથી આવી રહી છે તે એક સવાલ ઉદ્ભવી રહ્યો છે. વાત કરીએ તો આજે વેબ સીરીઝને યુવાનો વધારે જોઈ રહ્યા છે તેમાં જેમ ગુંડાગીરી અને પોતાના વિસ્તારમાં વર્ચસ્વ વધારવાના દ્રશ્યો દેખાડવામાં આવે છે જે દ્રશ્યોને જોયા બાદ યુવાનો તેનાથી પ્રેરિત થઇ રહ્યા છે તેવું માની શકાય ખરું ? એટલે આજની યુવા પેઠીને બગાડવામાં માની શક્યા છે કે આવી વેબ સિરિજ પણ તેના માટે જવાબદાર હોઇ શકે છે ?

આમ જોવા જઇએ તો આવા ઘણા બધા વિડિયો ભુતકાળમાં વાયરલ થયા છે. વિડિયો વાયરલ થતા પોલીસ પણ કાયદાનું પાલન કરાવે છે. પરંતુ સવાલ એ ઉદભવે છે કે આવી રીતે કેક કાપવાથી આરોપીઓને શું પ્રાપ્ત થતું હશે? શું ફક્ત પોતાના વિસ્તારમાં મોભો અને વચર્સવ જમાવા માટે આવી વિડિયો બનાવતા હશે કે શું ? ક્યારે આવી વિડિયો બનતી બંધ થશે ? પોલીસ કોઇ કડકમાં કડક કાર્યવાહી એવી કરે કે આરોપીઓના હદયમાં પોલીસનું અને કાયદાનોં ખોફ બેસી જાય અને આવુ પગલુ બિજી વાર ભરતા એક વાર નહિ પણ લોકો 100 વાર વિચારતા થાય ત્યારેજ આવાજ બનાવ સમાજમાં ઓછા થશે.

ખાસ નોંધ : તમામ વિડીયો તેમજ ફોટોગ્રાફ વાઇરલ થયેલા છે. જેની પુષ્ટિ મંતવ્ય ન્યુઝ તરફથી કરવામાં આવી નથી.