અમેરિકા/ ઓરેગોન જંગલની આગથી સેંકડો લોકો ઘર છોડવા મજબુર, આશરે 2000 મકાન બળીને ખાક

અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે નવમા દિવસે સુકા ઘાસમાં લાગેલી આગથી આશરે 2,000 ઘરો બળીને ખાક થઇ ચુક્યા છે. અને અનેક લોકો ઘર વિહોણા બન્યા છે.

World
aparajita 8 ઓરેગોન જંગલની આગથી સેંકડો લોકો ઘર છોડવા મજબુર, આશરે 2000 મકાન બળીને ખાક

દક્ષિણ-મધ્ય ઓરેગોનના જંગલોમાં પ્રચંડ આગ લાગી છે. જેમાં સેંકડો લોકો પોતાના ઘર છોડવા માટે મજબુર બન્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે નવમા દિવસે સુકા ઘાસમાં લાગેલી આગથી આશરે 2,000 ઘરો બળીને ખાક થઇ ચુક્યા છે. અને અનેક લોકો ઘર વિહોણા બન્યા છે.

રાજ્ય અને સંઘીય અધિકારીઓના કહેવા મુજબ, બુટલેગ કહેવાતી અગ્નિથી સવારે 212,000 એકર (85,793 હેક્ટર) થી વધુ ક્ષેત્ર ને તબાહ કર્યો છે. જેમાં અનેક મકાનો અને પશુ પક્ષી બળીને ખાક થઇ ગયા છે.

તે હવે આ અઠવાડિયામાં પેસિફિક ઉત્તર પશ્ચિમમાં લાગેલી આગમાં સૌથી વધુ મોટી દુર્ઘટના બની છે. બુટલેગ 6 જુલાઈએ ફાટી નીકળ્યો અને પોર્ટલેન્ડથી 250 માઇલ (400 કિ.મી.) દક્ષિણમાં, ફ્રેમોન્ટ વિનેમાં  નેશનલ ફોરેસ્ટની આસપાસ અનિયંત્રિત રીતે ફેલાયો.

બુધવાર સુધીમાં, 1,926 ઘરોને જ્વાળાઓથી જોખમ હતું. પોર્ટલેન્ડના નોર્થવેસ્ટ ઈન્ટરેજેન્સી કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ઓરેગોન ફોરેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમાંથી 400 જેટલા ઘરોને ખાલી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોઈ ગંભીર ઈજા કે મૃત્યુ નિપજ્યા નથી.

દક્ષિણ-પશ્ચિમમાં ક્લેમાથ ધોધ આસપાસ ધુમાડો છવાઈ ગયો છે. સ્થળાંતર કરનારામાંથી એકએ જણાવ્યું હતું કે, બચાવ કર્મીઓએ અમને બહુ ઝડપથી બહાર જવા માટે જણાવ્યું હતું. બચાવ કર્મીઓ આગની ઝડપે કામ કરી રહ્યા હતા. રાજ્યના વનીકરણના આંકડા મુજબ, ૧3૦૦ થી વધુ જવાનોને આગ સામે લડવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું, જે વર્ષ 1900 પાછી ઓરેગોનમાં રેકોર્ડ છે.

RBI / નાણાકીય વર્ષ 2022 માં જીડીપી વૃદ્ધિ દર 10.5 ટકા હોઈ શકે છે : ગવર્નર શક્તિકાંત દાસ

હાઉસ રેન્ટ અલાઉન્સ / કેન્દ્ર સરકારના 48 લાખ કર્મચારીઓને ડબલ ફાયદો, DAમાં વધારા બાદ HRAમાં પણ વધારો

Seva Bharti Organization / RSSએ લીધી નવી જવાબદારી, વેશ્યાવૃત્તિમાં ફસાયેલી મહિલાઓના બાળકોને લીધા દત્તક