Not Set/ JNU હિંસા પર આવ્યો નવો વળાંક, આ શખ્સે વીડિયો જાહેર કરી હુમલાની લીધી જવાબદારી

જેએનયુમાં, રવિવારે સાંજે માસ્ક પહેરીને આવેલા અજાણ્યા શખ્સોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર લાકડીઓ અને હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં લગભગ 34 વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઘાયલ થયા હતા. આ હુમલાની ઘટનાએ હવે નવો વળાંક લીધો છે. હિન્દુ રક્ષા દળ નામની સંસ્થાએ દાવો કર્યો છે કે જેએનયુમાં તેના કાર્યકરોએ હિંસા કરી હતી. પોતાને હિન્દુ રક્ષા દળનાં […]

Top Stories India
Hindu Raksha Dal JNU હિંસા પર આવ્યો નવો વળાંક, આ શખ્સે વીડિયો જાહેર કરી હુમલાની લીધી જવાબદારી

જેએનયુમાં, રવિવારે સાંજે માસ્ક પહેરીને આવેલા અજાણ્યા શખ્સોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર લાકડીઓ અને હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં લગભગ 34 વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઘાયલ થયા હતા. આ હુમલાની ઘટનાએ હવે નવો વળાંક લીધો છે. હિન્દુ રક્ષા દળ નામની સંસ્થાએ દાવો કર્યો છે કે જેએનયુમાં તેના કાર્યકરોએ હિંસા કરી હતી. પોતાને હિન્દુ રક્ષા દળનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવતા શાલીમાર ગાર્ડનમાં રહેતા પિંકી ચૌધરીએ દાવો કર્યો છે કે તે વિદ્યાર્થીઓને ઢોર માર મારનાર કાર્યકર હતો.

પિંકી ચૌધરી નામના વ્યક્તિએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેણે કહ્યું કે, અમે જેએનયુમાં રવિવારનાં રાતનાં હુમલાની તમામ જવાબદારી લઈએ છીએ. અમારા ધર્મ વિશે આટલું ખોટું બોલવું તેમના માટે યોગ્ય નથી. જેએનયુ ઘણાં વર્ષોથી કેટલાક પક્ષોનો અડ્ડો બની ગયુ છે.  આવા અડ્ડાઓ અમે લોકો સહન નહી કરી શકતા. અમે અમારા ધર્મ માટે પોતાનો જીવ આપવા તૈયાર છીએ. આ વ્યક્તિએ દાવો કર્યો છે કે જેએનયુમાં જે રવિવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં બધા હિન્દુ રક્ષા દળનાં કાર્યકરો હતા.

જણાવી દઈએ કે પિંકી ચૌધરી દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ઓફિસ પર હુમલો અને અન્ય બાબતોના આરોપમાં જેલમાં જઈ ચુક્યો છે. વીડિયો જાહેર કર્યા ઉપરાંત, તેણે પત્રકારો સાથે વ્યક્તિગત રૂપે મુલાકાત કરી અને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આપને જણાવી દઇએ કે જેએનયુ કેમ્પસમાં રવિવારે રાત્રે તે સમયે હિંસા ફાટી નીકળી હતી જ્યારે લાકડીઓથી સજ્જ કેટલાક માસ્ક પહેરીને આવેલા શખ્સોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપર હુમલો કર્યો હતો અને કેમ્પસમાં મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું, ત્યારબાદ પ્રશાસને પોલીસ બોલાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.