Not Set/ ન્યુઝીલેન્ડે ભારતને આઠ વિકેટે હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો

ન્યુઝીલેન્ડે ટેસ્ટની ફાઇનલ જીતી

Top Stories Sports
icici ન્યુઝીલેન્ડે ભારતને આઠ વિકેટે હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ સાઉધમ્પ્ટનના એજીસ બાઉલ મેદાન પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી.આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. ટીમ ઇન્ડિયાએ જીતવા માટે ન્યુઝીલેન્ડ સામે 139 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કિવિ ટીમે તેની બીજી ઇનિંગમાં બે વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન 52 અને રોસ ટેલરે 47 રન બનાવ્યા હતા.ભારતને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન ન્યુઝીલેન્ડ બની.ન્યુઝીલેન્ડના બોલરોએ અસરકારક બોલિંગ કરતા ભારતના બેટસમેનો ફલોપ ગયા હતાં અને માત્ર 170  રન પર બીજી ઇનિંગ્સ ભારતની સમેટાઇ ગઇ હતી.

ભારતની બીજી ઇનિંગ્સ 170 રનમાં  સમાપ્ત થઇ ગઇ હતી. ભારત તરફથી  સૈાથી વધારે 41 રન ઋષભ પંતે  બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ભારતની બીજી ઇનિંગ્સમાં ટિમ સાઉથીએ 4 અને ટ્રેન્ટ બોલ્ટે ત્રણ વિકેટ લીધી હતી. ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં 249 રન બનાવ્યા હતા. તે, ભારતની પ્રથમ ઇનિંગ્સ 217 રનમાં કિવીઓએ આઉટ કરી દીધી હતી. કાયલ જેમિસન 5 વિકેટ ઝડપી હતી.

ભારતને હરાવને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ટાઇટલ જીત્યો છે. બોલિંગ,બેટિંગમા તેમના ખેલાડીઓનું સારી પ્રદર્શને તેમને ફાઇનલમાં જીત અપાવી હતી.