Not Set/ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યુઝીલેન્ડની મજબૂત સ્થિતિ,જીતવા માટે 120ની જરૂર

ન્યુઝીલેન્ડની સ્થિતિ મજબૂત

Sports
લાવપેપ્પ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યુઝીલેન્ડની મજબૂત સ્થિતિ,જીતવા માટે 120ની જરૂર

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી ફાઇનલ ઇન્ડિયા વિ ન્યૂઝીલેન્ડ) ની અંતિમ મેચ સાઉધમ્પ્ટનના એજીસ બાઉલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતની બીજી ઇનિંગ્સ ફક્ત 170 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ છે અને આ રીતે ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામે જીત માટે 139 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોમ લેથમ અને ડેવોન કોનવેએ કિવીસનો બીજો દાવ શરૂ કર્યો છે . ટી બ્રેક સુ્ધી ન્યૂઝીલેન્ડનો સ્કોર હાલમાં વિના વિકેટે  19 રન કર્યા છે.

ન્યુઝીલેન્ડને જીતવા માટે 120 રનની જરૂર છે આ લખાય છે ત્યારે ભારતની બીજી ઇનિગ્સમાં ધબડકો થતાં માત્ર 170 રન પર પારી સમેટાઇ ગઇ હતી હાલ જોતા લાગી રહ્યું છે કે ન્યુઝીલેન્ડની સ્થિતિ મજબૂત છે . આ ટેસ્ટની ફાઇનલ પર હાલ ન્યુઝીલેન્ડની પકડ જોવા મળે છે. કોઇ ચમત્કાર થાય તો ટીમ ઇન્ડિયા જીતી શકે છે ,બોલરો તેમની અસરકારક બોલિંગ કરે તો જીતવાના ચાન્સ છે.