Not Set/ ભારતીય સૈન્યને મજબુત બનાવવા સૈન્ય આધુનિક હથિયારોની ખરીદી કરશે

ડોકલામ વિવાદ પછી ફરી સરહદે ચીન યુદ્ધની ધમકીઓ ચાલુ થઇ છે. ત્યારે ભારતીય સૈન્યને વધુ સક્ષમ બનાવવા તરફ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ એવા અહેવાલો છે કે, ભારતીય સૈન્યને મજબુત બનાવવા માટે સૈન્યએ એક એવો પ્લાન તૈયાર કર્યો છે કે, જે અંતર્ગત જે પણ જુના અને બિનઉપયોગી હથિયારો છે. તેને બદલીને નવા આધુનિક હથિયારોની […]

India
china india story fb 647 063017104905 070317073851 ભારતીય સૈન્યને મજબુત બનાવવા સૈન્ય આધુનિક હથિયારોની ખરીદી કરશે

ડોકલામ વિવાદ પછી ફરી સરહદે ચીન યુદ્ધની ધમકીઓ ચાલુ થઇ છે. ત્યારે ભારતીય સૈન્યને વધુ સક્ષમ બનાવવા તરફ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ એવા અહેવાલો છે કે, ભારતીય સૈન્યને મજબુત બનાવવા માટે સૈન્યએ એક એવો પ્લાન તૈયાર કર્યો છે કે, જે અંતર્ગત જે પણ જુના અને બિનઉપયોગી હથિયારો છે. તેને બદલીને નવા આધુનિક હથિયારોની ખરીદી કરવામાં આવશે.

નવા હથિયારો આશરે ૪૦,૦૦૦ કરોડ રૂપિયાના બજેટનો ખર્ચ થાય તેવો અંદાજ છે. જે પ્લાન તૈયાર કર્યો છે. સૈન્યને ૭ લાખ રાઇફલ્સની જરૂર પડશે. ૪૪,૦૦૦ હળવા મશીનગન અને ૪૪૬૦૦ કાર્બાઇન્સની જરૂર રહેશે. સંરક્ષણ મંત્રાલયે આટલા હથિયારોને ખરીદવાના સૈન્યના પ્લાનને મંજુરી પણ આપી દીધી હોવાના અહેવાલો છે. વિશ્વની બીજા નંબરની સૌથી મોટી સ્ટેડિંગ આર્મી તરીકે સ્થાન ધરાવતા ભારતીય સૈન્યને આધુનિક બનાવવામાં આ પ્રયાસો ઉપયોગી સાબીત થશે.