Not Set/ વિજય રૂપાણીએ લગાવેલા અાક્ષેપો અહેમદ પટેલે નકાર્યા-સુરક્ષા મુદ્દે રાજનીતી નહિ

સુરતમાંથી બે આતંકીઓને ધરપકડ બાદ ભાજપે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ પર ગંભીર આરોપ લગાવ્યો છે.જેના પગલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે આ તમામ આરોપોને નકારતા અહેમદ પટેલે જણાવ્યું હતું કે, ભાજપને રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે રાજનીતિ ન કરવી જોઇએ. ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ પર ખુબજ […]

Top Stories
Ahmed Patel2 વિજય રૂપાણીએ લગાવેલા અાક્ષેપો અહેમદ પટેલે નકાર્યા-સુરક્ષા મુદ્દે રાજનીતી નહિ

સુરતમાંથી બે આતંકીઓને ધરપકડ બાદ ભાજપે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ પર ગંભીર આરોપ લગાવ્યો છે.જેના પગલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે આ તમામ આરોપોને નકારતા અહેમદ પટેલે જણાવ્યું હતું કે, ભાજપને રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે રાજનીતિ ન કરવી જોઇએ.

ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ પર ખુબજ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. મુખ્યમંત્રી રૃપાણીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ સુરતમાંથી ATS અને નેશનલ સિક્યુરિટી એજન્સીએ ISISનાં બે ત્રાસવાદીઓને ઝડપી લીધા હતા. આ બે પૈકીનો એક ત્રાસવાદી કાસીમ ટિમ્બરેવાલા અહેમદ પટેલની ભરૃચની હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે નોકરી કરતો હતો. તેમની ધરપકડ થાય તેના બે દિવસ પહેલાં જ તેમણે હોસ્પિટલમાંથી રાજીનામુ આપ્યું હતું.આ આતંકી અહેમદ પટેલ સાથે જોડાયેલો છે. જેવા ગંભીર આક્ષેપો ભાજપે લગાવ્યા હતા. જેને અહેમદ પટેલે નકારી કાઢ્યા છે.