Not Set/ ઈન્દિરા કેન્ટીનના ભોજનમાંથી નીકળ્યો કોકરોઝ

કર્ણાટકને ભૂખથી બચાવવા માટે શ્રમિક વર્ગ, ગરીબ પ્રવાસીઓને સસ્તામાં ભોજન અપાવવા માટે ઇન્દિરા કેન્ટીનની શરૂઆત કરવામાં આવી હતી. જો કે આ યોજનામાં ભોજનની ગુણવત્તા જળવાતી ના હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. જી હાં બેંગાલુરું સ્થિત ઇન્દિરા કેન્ટીનના ભોજનમાંથી કોકરોજ મળી આવ્યો છે. જે ભોજન ગરીબ વર્ગ માટે તૈયાર કરવામાં આવે છે. તેમાંથી જ કોકરોજ […]

India
11BGINDIRACANTEEN ઈન્દિરા કેન્ટીનના ભોજનમાંથી નીકળ્યો કોકરોઝ

કર્ણાટકને ભૂખથી બચાવવા માટે શ્રમિક વર્ગ, ગરીબ પ્રવાસીઓને સસ્તામાં ભોજન અપાવવા માટે ઇન્દિરા કેન્ટીનની શરૂઆત કરવામાં આવી હતી. જો કે આ યોજનામાં ભોજનની ગુણવત્તા જળવાતી ના હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. જી હાં બેંગાલુરું સ્થિત ઇન્દિરા કેન્ટીનના ભોજનમાંથી કોકરોજ મળી આવ્યો છે. જે ભોજન ગરીબ વર્ગ માટે તૈયાર કરવામાં આવે છે. તેમાંથી જ કોકરોજ મળી આવતા લોકો રોષે ભરાયા છે અને કેન્ટીન ખાતે જ વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં 101 ઇન્દિરા કેન્ટીન શરુ કરવામાં આવી હતી, જેમાં 5 રૂપિયામાં શાકાહારી નાસ્તો અને 10 રૂપિયામાં બપોરનું ભોજન અને આ જ કિંમતમાં રાતનું ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતુ અને ભોજનની ગુણવત્તા પણ જળવાઈ રહેશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. જો કે ભોજનમાંથી કોકરોજ મળી આવતા લોકોના મનમાં ભોજનની ગુણવત્તા પર અનેક સવાલ ઉભા થશે તે નક્કી છે.