Not Set/ પાકિસ્તાનની જેલમાં સુત્રાપાડાના માછીમારનું મોત, મૃત્યુના 1 મહીના પછી મળ્યા સમાચાર 

મૃતક માછીમારનો મૃતદેહ વાઘા બોર્ડરે ભારતીય ફિશરીઝ અધિકારીઓને સોંપવામાં આવશે. વાઘા બોર્ડરેથી અમદાવાદ એરપોર્ટ આ મૃતદેહને લાવીને વેરાવળ ના ફિશરીઝ અધિકારીઓને સોંપવામાં આવશે.

Gujarat Others
માછીમાર

ગીર સોમનાથના સુત્રાપાડામાં રહેતા માછીમાર જેન્તીભાઈ કરશન સોલંકી 3 વર્ષ પહેલા પાકિસ્તાનની જેલમાં ગયા હતા અને તેમના મોતના સમાચાર હવે 1 મહીના બાદ મળતાં પરિવાર ઉપર આભ તુટી પડ્યું છે. આ મૃતક માછીમારનો મૃતદેહ વાઘા બોર્ડરે ભારતીય ફિશરીઝ અધિકારીઓને સોંપવામાં આવશે. વાઘા બોર્ડરેથી અમદાવાદ એરપોર્ટ આ મૃતદેહને લાવીને વેરાવળ ના ફિશરીઝ અધિકારીઓને સોંપવામાં આવશે. અને બાદ મૃત દેહ તેમના પરીવારને સોપવામાં આવશે.

આ પણ વાંચો :સોખડા સ્વામિનારાયણ મંદિરનો વધુ એક વીડિયો થયો વાયરલ, મહિલા સેવિકાએ સંતો પર કર્યા ગંભીર આક્ષેપો

ત્રણ વર્ષ પહેલા પાકીસ્તાન જેલ મા ગયેલા માછીમાર જીવીત તો ન આવ્યા પરંતૂ તેમના મોત ના સમાચાર પણ એક મહિના બાદ મળ્યા. માછીમારો નો આક્રોશ છે કે સરકાર કોઈ પણ હોય પરંતૂ મોત નો મલાજો તો જાળવો. ગીર સોમનાથ ના સુત્રાપાડામાં રહેતા માછીમાર જેન્તીભાઈ કરશન સોલંકીનું પાકિસ્તાનની જેલમાં   મોતના સમાચાર મળતાં પરિવાર ઉપર આભ તુટી પડ્યું છે. આ માછીમાર નું મોત એક મહિના પહેલા પાકિસ્તાનની જેલમાં થયુ હતું ત્યારે પરીવાર જનો ફીશરીઝ કચેરી એ ધક્કા ખાતા પણ જવાબ ન મળ્યો

ગીર સોમનાથ ના સુત્રાપાડા માં રહેતા માછીમાર જેન્તીભાઈ કરશન સોલંકીનું પાકિસ્તાન ની જેલ માં   મોત  ના સમાચાર મોત ના એક મહીના બાદ મળતાં પરિવાર ઉપર આભ તુટી પડ્યું. આ માછીમાર નું મોત એક મહિના પહેલા પાકિસ્તાન ની જેલ માં  થયુ હતું જ્યારે પરીવાર જનો એ ફીસરીજ કચેરી એ ધક્કા ખાતા પણ જવાબ ન મળ્યો.

આ પણ વાંચો :  “સુશાસનના 121 દિવસ” પુસ્તિકાનું વિમોચન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરાયું

ગત વર્ષ 2020 ની ફેબ્રુઆરી માં પોરબંદર ની રસુલ સાગર નામની માછીમારી બોટ માં માછીમારી દરમિયાન ભારતીય જળ સીમા નજીક થી  પાકિસ્તાની મરીન  સિક્યુરિટી એજન્સી દ્વારા માછીમાર જેન્તીભાઈ કરશન સોલંકી નું અપહરણ કરીને જેલ માં રાખવામાં આવ્યો હતો. ત્યારે આજે આ મૃતક માછીમાર  નો મૃતદેહ વાઘા બોર્ડરે ભારતીય ફિશરીઝ અધિકારીઓ ને સોંપવામાં આવશે. વાઘા બોર્ડરે થી અમદાવાદ એરપોર્ટ આ મૃતદેહ ને લાવીને વેરાવળ ના ફિશરીઝ અધિકારીઓ ને સોંપવામાં આવશે. અને બાદ લાશ તેમના પરીવાર ને સૉપવા મા આવશે.

મહામારી પહેલા પાકીસ્તાન જેલ મા થી માછીમારો ના પરીવાર જનો ને પત્ર વ્યહવાર થી તૈમજ કયારેક જરૂરી સમયે ફોન થી પણ પરીવાર જનો વાતચીત અને ખબર અંતર જાણતા હતા.પરંતૂ હવે પત્ર વ્યવહાર અને ફોન  પણ બંધ થયા છે.જેથો 500 થી વધૂ માછીમારો જે પાકીસ્તાન જેલ મા છૈ તેમના પરીવારૉ પણ ચીંતીત  બન્યા છે.

આ પણ વાંચો :રિવરફ્રન્ટ વોક વે પરથી મહિલાએ 5 મહિનાના દિકરા સાથે લગાવી મોતની છલાંગ

આ પણ વાંચો : વિજય સુવાળાએ સીઆર પાટિલની હાજરીમાં કમલમ ખાતે કેસરિયો ધારણ કર્યો

આ પણ વાંચો :  કોરોનાનું સંક્રમણ સતત વધતાં રાજ્યના પ્રસિધ્ધ તિર્થધામો દ્વારા એક સપ્તાહ દર્શન બંધ રાખવાનો નિર્ણય