Not Set/ અમદાવાદમાં વિવાદાસ્પદ કંપની કુશલ લિમિટેડ ફરીથી ચર્ચામાં,ચેરમેન સંદિપ અગ્રવાલની ધરપકડ

અમદાવાદમાં વિવાદાસ્પદ કંપની કુશલ લિમિટેડ ફરીથી ચર્ચામાં છે, આ વખતે કંપનીના ચેરમેન સંદિપ અગ્રવાલની ધરપકડ કરાઇ છે, સીજીએસટીના 650 કરોડના કૌભાંડમાં તેની ધરપકડ થઇ છે,અગાઉ તેમની કંપની પર આઇટીના દરોડા પડ્યાં હતા બાદમાં સીજીએસટીએ તેમની સામે તપાસ કરી હતી, જેમાં 650 કરોડ રૂપિયાના ખોટા બિલો બનાવીને સરકારમાંથી 85 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું […]

Ahmedabad Gujarat
gst અમદાવાદમાં વિવાદાસ્પદ કંપની કુશલ લિમિટેડ ફરીથી ચર્ચામાં,ચેરમેન સંદિપ અગ્રવાલની ધરપકડ

અમદાવાદમાં વિવાદાસ્પદ કંપની કુશલ લિમિટેડ ફરીથી ચર્ચામાં છે, આ વખતે કંપનીના ચેરમેન સંદિપ અગ્રવાલની ધરપકડ કરાઇ છે, સીજીએસટીના 650 કરોડના કૌભાંડમાં તેની ધરપકડ થઇ છે,અગાઉ તેમની કંપની પર આઇટીના દરોડા પડ્યાં હતા બાદમાં સીજીએસટીએ તેમની સામે તપાસ કરી હતી, જેમાં 650 કરોડ રૂપિયાના ખોટા બિલો બનાવીને સરકારમાંથી 85 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું જાણવા મળ્યું હતુ.

આ સમગ્ર મામલો સીજીએસટીના તપાસમાં સામે આવ્યો હતો, સંદિપ અગ્રવાલે ખોટા બિલોનો ઉપયોગ કરીને કોઇ પણ પ્રકારનો ધંધો કર્યા વગર માત્ર કાગળ પર બિઝનેસ બતાવીને સરકારમાંથી કરોડો રૂપિયા ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હતી અને સરકારને ચૂનો લગાવ્યો હતો.

આ કંપની અગાઉ પણ તેના શેરને લઇને વિવાદમાં આવી હતી, શેરબજારમાં પણ તેનો વિવાદ ચર્ચાયો હતો અને તેની તપાસ થઇ હતી,અને ફરી એક વખત  સીજીએસટીએ કુશલનું કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ પકડી પાડ્યું છે, અહી તપાસનો વિષય એ પણ છે કે કરોડો રૂપિયાના કૌભાંડમાં કોઇ અધિકારીની પણ સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે એ અધિકારી કોણ છે જેને સંદિપ અગ્રવાલને મદદ કરી હતી તે બાબત પણ સામે આવશે ત્યારે મોટો ઘટસ્ફોટ થશે તે નક્કિ છે.