Not Set/ કોવિડની સારવારમાં રાહતનાં સમાચાર, ઝાયડસની વિરાફીનને DCGI એ આપી મંજૂરી

કોરોનાથી પીડિતા દર્દીઓ માટે એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, ઝાયડસની વિરાફીનને DCGI એ મંજૂરી આપી દીધી છે. જે સામાન્ય લક્ષણોવાળા દર્દીઓ માટે અક્સીર ઇલાજ બની શકે છે.

Top Stories Ahmedabad Gujarat
cartoon 1 કોવિડની સારવારમાં રાહતનાં સમાચાર, ઝાયડસની વિરાફીનને DCGI એ આપી મંજૂરી
  • કોવિડની સારવારમાં રાહતના સમાચાર
  • ઝાયડસની વિરાફીનને DCGIએ આપી મંજૂરી
  • કોવિડની સારવારમાં વિરાફીનને ઇમર્જન્સી મંજૂરી
  • સામાન્ય લક્ષણવાળા દર્દીઓ માટે બની શકે છે અક્સીર
  • કંપનીનો દાવો, શરૂઆતની સારવારમાં કોરોનાને વધતો અટકાવશે
  • ભારતમાં 20-25 સેન્ટર કરાયું હતું દવાનું પરીક્ષણ
  • પરીક્ષણમાં અન્ય ચેપને પણ દવાએ અટકાવ્યું

કોરોનાથી પીડિતા દર્દીઓ માટે એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, ઝાયડસની વિરાફીનને DCGI એ મંજૂરી આપી દીધી છે. જે સામાન્ય લક્ષણોવાળા દર્દીઓ માટે અક્સીર ઇલાજ બની શકે છે. કંપનીનો દાવો છે કે, શરૂઆતની સારવારમાં તે કોરોનાને વધતા અટકાવશે.

રાજકારણ / રાહુલનો કટાક્ષ- દેશમાં ઓક્સિજન-ICU બેડનાં અભાવે થઇ રહ્યા છે લોકોનાં મોત

આપને જણાવી દઇએ કે, ઝાયડસ કેડિલાએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, કોરોના સંક્રમણનાં ઉપચાર માટે એન્ટિવાયરલ ડ્રગ વિરાફિનનો ઇમરજન્સી ઉપયોગ માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (ડીસીજીઆઈ) ની મંજૂરી મળી છે. કંપનીનો દાવો છે કે, શરૂઆતની સારવારમાં તે કોરોનાને વધતા અટકાવશે. વળી ભારતમાં 20-25 સેન્ટરોમાં આ દવાનું પરીક્ષણ કરવામાં આવ્યુ છે. આ પરીક્ષણમાં અન્ય ચેપને પણ આ દવાએ અટકાવ્યુ છે. તેટલુ જ નહી ઝાયડસનું કહેવુ છે કે, આ દવાથી 91.15 ટકા દર્દીઓનો 7 દિવસમાં RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જે આ સંકટની ઘડીએ બહુ જ મોટા રાહતનાં સમાચાર છે. વળી કહેવામાં આવ્યુ છે કે, આ દવાથી ઓક્સિજન લેવલ પણ સંતુલન રહે છે.

જમ્મુ-કાશ્મીર / પુલવામામાં રસ્તા વચ્ચે સેનાને મળ્યો IED, સુરક્ષાદળોએ કર્યો ડિફ્યુઝ

જણાવી દઇએ કે, કંપનીનો દાવો છે કે જો વિરાફીનને કોરોનાનાં પ્રારંભિક સમયે આપવામાં આવે તો દર્દીને કોરોનામાંથી સ્વસ્થ થવામાં મદદ થશે અને ઓછી તકલીફ થશે. હવે આ દવાઓ કોઈ દર્દીને ડોક્ટરની સલાહ બાદ જ આપવામાં આવશે, તેને હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે દેશમાં કોરોના ચેપનો ઝડપથી ફેલાવો ચિંતાજનક છે. છેલ્લા બે દિવસમાં 6 લાખથી વધુ કોરોનાનાં કેસ નોંધાયા છે. દરમિયાન, રસીનો ઉપયોગ એક માત્ર યોગ્ય માનવામાં આવે છે. ભારતમાં અત્યાર સુધી, સીરમ ઇન્સ્ટિટ્યૂટનાં કોવિક્સ, ભારત બાયોટેકનાં કોવેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આશા છે કે રશિયાની સ્પુટનિક વી પણ ટૂંક સમયમાં બજારમાં આવી શકે છે.

Untitled 41 કોવિડની સારવારમાં રાહતનાં સમાચાર, ઝાયડસની વિરાફીનને DCGI એ આપી મંજૂરી