Curfew/ પંજાબમાં 1 ડીસેમ્બરથી નાઈટ કર્ફ્યુંની કરાઈ જાહેરાત, કોરોનાના નિયમોનું પાલન નહીં કરો તો..

પંજાબમાં કોરોનાના વધતા જતા કેસને જોતા મુખ્યમંત્રી અમરિંદર સિંહે 1 ડિસેમ્બરથી રાજ્યભરમાં નાઇટ કર્ફ્યુ જાહેર કરી દીધી છે. આટલું જ નહીં જે લોકો નાઇટ કર્ફ્યુનું પાલન નહીં કરે તેમની પાસેથી 1000 રૂપિયા દંડ પણ લેવામાં આવશે.

Top Stories India
a 213 પંજાબમાં 1 ડીસેમ્બરથી નાઈટ કર્ફ્યુંની કરાઈ જાહેરાત, કોરોનાના નિયમોનું પાલન નહીં કરો તો..

પંજાબમાં કોરોનાના વધતા જતા કેસને જોતા મુખ્યમંત્રી અમરિંદર સિંહે 1 ડિસેમ્બરથી રાજ્યભરમાં નાઇટ કર્ફ્યુ જાહેર કરી દીધી છે. આટલું જ નહીં જે લોકો નાઇટ કર્ફ્યુનું પાલન નહીં કરે તેમની પાસેથી 1000 રૂપિયા દંડ પણ લેવામાં આવશે.

 ગુરુવારે પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે તમામ નગરો અને શહેરોમાં રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવશે. COVID-19 ને કારણે આ રાત્રિ કર્ફ્યુ 1 ડિસેમ્બરથી લાગુ થશે. રાજ્ય સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે લોકો તેનું પાલન નહીં કરે તેમને દંડ તરીકે રૂ .1000 રૂપિયા ચુકવવા પડશે. પંજાબમાં કોરોનાની સ્થિતિ પર એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બાદ સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે કોરોનાના બચાવની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવા પર હવે 500 રૂપિયાને બદલે 1000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે.

કેપ્ટન અમરિંદર સિંહે સ્વાસ્થ્ય અને ચિકિત્સા શિક્ષણ વિભાગોના વિશેષજ્ઞ, સુપર-સ્પેશ્યાલિસ્ટ, નર્સ અને પેરામેડિકલની ઇમરજન્સી નિયુક્તિઓ કરવાના નિર્દેશ આપ્યા. વિભાગોને ભવિષ્યમાં આવશ્યક્તા પડતાં ચાર અને પાંચમા વર્ષના એમબીબીએસને બેક-અપ તરીકે તૈયાર કરવા અંગે વિચાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પંજાબમાં કોરોનાના મામલા સતત વધતા જઈ રહ્યા છે. મંગળવારે જ રાજ્યમાં 614 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. બીજી તરફ 22 દર્દીનાં મોત થયા હતા. સાજા થયેલા દર્દીઓની સંખ્યા 439 છે.