Not Set/ નીલગાય મુદ્દે ગરજ્યા હર્ષદ રીબડીયા, ગાંધીનગરના રોજડાને ગીર માં નહિ જ ઘુસવા દઈએ

ગાંધીનગર ના રોજડાઓને ગાંધીનગર થી ખસેડીને ગીરમાં મુકવામાં આવનાર છે હું ગૃહમાં ચેલેન્જ કરું છું કે ગાંધીનગર નું એક પણ રોજડુ ગીરમાં આવશે તો નહીં મુકવા દેવામાં આવે.

Gujarat Others Trending
harshad ribadiya નીલગાય મુદ્દે ગરજ્યા હર્ષદ રીબડીયા, ગાંધીનગરના રોજડાને ગીર માં નહિ જ ઘુસવા દઈએ

ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડીયા આજે ગૃહમાં નીલ ગાય મુદ્દે ચીમકી ઉચ્ચારી હતી. તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરના રોજડા ગીરમાં મુકવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

વિધાનસભા ગૃહમાં કૃષિ વિભાગ ની માંગણી પર બોલતાં હર્ષદ રિબડીયાએ જણાવ્યું કે મારી જાણકારીમા આવ્યું છે કે ગાંધીનગર ના રોજડાઓને ગાંધીનગર થી ખસેડીને ગીરમાં મુકવામાં આવનાર છે હું ગૃહમાં ચેલેન્જ કરું છું કે ગાંધીનગર નું એક પણ રોજડુ ગીરમાં આવશે તો નહીં મુકવા દેવામાં આવે.જો મુકશો તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગાંધી નગર વિસ્તારમાં નીલગાયની સંખ્યા બહુજ વધી ગઈ છે. અને અવારનવાર જાહેર માર્ગ ઉપર દોડતી નીલગાય લોકોને અડફેટે લે છે અકસ્માતની ઘટનાઓ સર્જાય છે.