Not Set/ હળવદના જુના દેવળીયા ગામે જુગાર રમતા નવ ઝડપાયા, 3.07 લાખ રોકડા જપ્ત

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગારની મજા માણી રહેલા 9 જુગારીઓને રોકડા રૂપિયા 3.07 લાખ સાથે ઝડપી લીધા હતા

Gujarat
11 9 હળવદના જુના દેવળીયા ગામે જુગાર રમતા નવ ઝડપાયા, 3.07 લાખ રોકડા જપ્ત

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગારની મજા માણી રહેલા 9 જુગારીઓને રોકડા રૂપિયા 3.07 લાખ સાથે ઝડપી લીધા હતા.

હળવદ પોલીસ મથકના કોન્સ્ટેબલ ગંભીરસિંહ ચૌહાણને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પો.હેડ.કોન્સ કે.એમ.સોલગામા તથા સ્ટાફ દ્વારા હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે દરોડો પાડતા રશ્મીનભાઈ જગજીવનભાઈ ભોરણીયા, મુનાલાલ જેઠાલાલ પુજારા, હર્ષદભાઈ બનુભાઈ પઢીયાર, સંજયભાઈ શનાભાઈ ચરમારી, કલ્પેશકુમાર જયંતીભાઈ અઘારા, કાંતીલાલ કરશનભાઈ અધારા, અજીતસિંહ બટુકસિંહ પરમાર, રમેશભાઈ ઉર્ફે ભરતભાઈ ગાંડુભાઈ જોટાણીયા અને યુવરાજસિંહ બાપુભા પરમાર, રહે. તમામ જુના દેવળીયા વાળા જાહેરમાં તિનપતિ રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

દરોડા દરમિયાન પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 3,07,000 કબ્જે કરી નવેય જુગારીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સફળ કામગીરી હળવદ પીઆઇ, એમ.વી.પટેલ, પો.હેડ.કોન્સ. કિશોરભાઇ સોલગામા, પો.કોન્સ. દેવેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. ગંભીરસિંહ ચૌહાણ, બીપીનભાઈ પરમાર તથા કમલેશભાઇ પરમાર દ્વારા કરવામાં આવેલ હતી.