Not Set/ નિર્ભયા કેસ/ રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી બરતરફ થયા બાદ દોષી મુકેશ પહોચ્યો SC, અરજી મંજૂર

નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં 16 ડિસેમ્બર, 2012 નાં રોજ મૃત્યુદંડની સજા પામેલા આરોપીઓમાંનો એક મુકેશ કુમારે શનિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાષ્ટ્રપતિને દયા અરજીને બરતરફ કરવાની ન્યાયિક સમીક્ષાની વિનંતી કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે. સુપ્રીમ કોર્ટે મુકેશનાં વકીલને રજિસ્ટરની સામે મેન્શન આપવા જણાવ્યું છે. […]

Top Stories India
Spyware

નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં 16 ડિસેમ્બર, 2012 નાં રોજ મૃત્યુદંડની સજા પામેલા આરોપીઓમાંનો એક મુકેશ કુમારે શનિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાષ્ટ્રપતિને દયા અરજીને બરતરફ કરવાની ન્યાયિક સમીક્ષાની વિનંતી કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે. સુપ્રીમ કોર્ટે મુકેશનાં વકીલને રજિસ્ટરની સામે મેન્શન આપવા જણાવ્યું છે.

વળી, મુખ્ય ન્યાયાધીશે કહ્યું છે કે, 1 ફેબ્રુઆરીએ જો કોઈને ફાંસી આપવામાં આવશે, તો તે સ્પષ્ટ છે કે તેની અરજી પર સુનાવણીને અગ્રતા આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે, મુકેશે 1 ફેબ્રુઆરી માટે જારી કરાયેલા ડેથ વોરંટ પર પણ રોક લગાવવાની માંગ કરી છે. અગાઉ નિર્ભયા કેસમાં ચારમાંથી ત્રણ દોષીઓ વિનય, પવન અને અક્ષય ઠાકુર વતી એડવોકેટ એ.પી.સિંઘે શુક્રવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરી તિહાર જેલ પ્રશાસન પાસેથી દોષીઓને સંબંધિત કાગળો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. શનિવારે કોર્ટ સુનાવણી દરમિયાન અરજદારને કાગળો ઉપલબ્ધ કરાવી દીધા હતા.

આપને જણાવી દઈએ કે, નિર્ભયાનાં દોષીઓને ફાંસીની સજા પર અમલ માટે 1 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યે ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું છે, પરંતુ ફાંસીની સજા ન થાય તે માટે દોષીઓ તમામ પ્રકારની રણનીતિનો ઉપયોગ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.