Not Set/ કીમ જોંગ-ઉન સાથે મુલાકાતમાં થઇ શકે છે મોડું: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે આવતા મહીને ઉતર કોરિયાના નેતા કીમ જોંગ-ઉન સાથે થવાવાળા ઐતિહાસિક સંમેલનમાં મોડું થઇ શકે છે. આ સંમેલનના સંબંધમાં વાતચીત કરવા માટે દક્ષીણ કોરિયાના રાષ્ટ્પતિ મૂન જે-ઇન વ્હાઈટ હાઉસ આવ્યાછે, એમના સ્વાગત દરમિયાન ટ્રમ્પએ આ વાત કહી હતી.દક્ષીણ કોરિયાની સમાચાર એજેન્સી યોનહેપના રિપોર્ટ મુજબ " રાષ્ટ્પતિ મૂન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને […]

India Trending
8815160 3x2 કીમ જોંગ-ઉન સાથે મુલાકાતમાં થઇ શકે છે મોડું: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે આવતા મહીને ઉતર કોરિયાના નેતા કીમ જોંગ-ઉન સાથે થવાવાળા ઐતિહાસિક સંમેલનમાં મોડું થઇ શકે છે.
આ સંમેલનના સંબંધમાં વાતચીત કરવા માટે દક્ષીણ કોરિયાના રાષ્ટ્પતિ મૂન જે-ઇન વ્હાઈટ હાઉસ આવ્યાછે, એમના સ્વાગત
દરમિયાન ટ્રમ્પએ આ વાત કહી હતી.દક્ષીણ કોરિયાની સમાચાર એજેન્સી યોનહેપના રિપોર્ટ મુજબ " રાષ્ટ્પતિ મૂન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને કીમ થી શું આશા રાખવી અને શું નહિ એ વિશે કહી શકે છે.

ગયા સપ્તાહે ઉતર કોરીયાએ કહ્યું હતું કે અમેરિકા પરમાણું હથિયાર માટે એકતરફી દબાણ કરશે તો વાતચીત રદ્દ પણ થઇ શકે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉતર કોરિયા ના નેતા વચ્ચે ૧૨ જુને સિંગાપુરમાં વાતચીત પ્રસ્તાવિત છે. એપ્રિલમાં કીમ અને મૂન વચ્ચે થયેલી
મુલાકાત બાદ આ બેઠક થવાની હતી.મૂન સાથે મુલાકાત પહેલા ટ્રમ્પના હવાલે થી સમાચાર એજન્સી એએફપી એ કહ્યું "જો અત્યારે આવું નથી થતું તો કદાચ પછી ક્યારેક થઇ શકે છે.
ઉતર કોરિયાએ સારી ભાવના બતાવતા પરમાણું પરીક્ષણ સ્થળ નષ્ટ કરીરહ્યું છે. પરંતુ ખરાબ હવામાનના કારણે થોડું મોડું થઇ શકે છે.ગયા સપ્તાહે કેમ બગડ્યા સંબંધો? ઉતર કોરીયાએ ગયા સપ્તાહે જટકો આપતા દક્ષીણ કોરિયા સાથે ઉચ્ચ સ્તરીય વાતચીત બંધ કરી દીધી હતી.ઉતર કોરિયાના સરકારી મિડિયા મુજબ ઉતર કોરીયાએ પડોશી દેશ દક્ષીણ કોરિયા અને અમેરિકાના સંયુક્ત સેનાભ્યાસ થી નારાજ થઈને આ ફેસલો લીધો હતો.

ઉતર કોરિયાની સમાચાર એજન્સી કેસીએનએ લખ્યું હતું કે અમેરિકા અને દક્ષીણ કોરિયાનો સેનાભ્યાસ એમના માટે ઉગસાવા સમાન છે.