Not Set/ નિર્ભયા કેસ/ દોષીઓ ખુદ “ફાંંસી”ને જ લટકાવી રહ્યા છે? અક્ષયે દાખલ કરી ક્યુરિટિવ પિટિશન

ફાંસીએ ચડવાને બદલે ખુદ ફાંસીને જ આરોપીઓ લટકાવી-ભટકાવી રહ્યા હોય તેમ અક્ષયે ક્યુરિટિવ પિટિશન ફાઇલ કરી છે.નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના ચાર દોષિતોમાંથી એક અક્ષયે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ક્યુરિટિવ પિટિશન ફાઇલ કરી છે. આ માહિતી તિહાર જેલના અધિકારીએ આપી હતી. આ અગાઉ સુપ્રીમ કોર્ટે અન્ય દોષી મુકેશકુમાર સિંહની દયા અરજી નામંજૂર કરવાના રાષ્ટ્રપતિના આદેશને પડકારતી […]

Top Stories India
nirbhaya નિર્ભયા કેસ/ દોષીઓ ખુદ "ફાંંસી"ને જ લટકાવી રહ્યા છે? અક્ષયે દાખલ કરી ક્યુરિટિવ પિટિશન

ફાંસીએ ચડવાને બદલે ખુદ ફાંસીને જ આરોપીઓ લટકાવી-ભટકાવી રહ્યા હોય તેમ અક્ષયે ક્યુરિટિવ પિટિશન ફાઇલ કરી છે.નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના ચાર દોષિતોમાંથી એક અક્ષયે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ક્યુરિટિવ પિટિશન ફાઇલ કરી છે. આ માહિતી તિહાર જેલના અધિકારીએ આપી હતી.

આ અગાઉ સુપ્રીમ કોર્ટે અન્ય દોષી મુકેશકુમાર સિંહની દયા અરજી નામંજૂર કરવાના રાષ્ટ્રપતિના આદેશને પડકારતી અરજી પર સુનાવણી પૂર્ણ કરી હતી. જો કો, સુનાવણી બાદ કોર્ટ પોતાનો આદેશ સુરક્ષીત રાખતા, બુધવારે આદેશ જાહેર કરવામાં આવશે.  

કોર્ટે વર્ષ 2012 માં દિલ્હીમાં થયેલા આ ભયંકર ગુના બદલ ચાર દોષીઓને ફાંસીની સજા સંભળાવી હતી. આ દોષિતો પૈકીના એક મુકેશની દયા અરજીને રાષ્ટ્રપતિ દ્વારા 17 જાન્યુઆરીએ નામંજૂર કરવામાં આવી હતી, જેની સામે દોષિતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

ન્યાયમૂર્તિ આર ભાનુમતી, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયાધીશ એ.એસ. બોપન્નાની ખંડપીઠે બુધવારે કેન્દ્ર સોલિસિટર જનરલ તુષાર મહેતા અને મુકેશકુમાર સિંહ વતી સિનિયર એડવોકેટ અંજના પ્રકાશની દલીલો સાંભળ્યા આવી હતી.

આપને જણાવી દઇએ કે, દક્ષિણ દિલ્હીની ચાલતી બસમાં 23 વર્ષીય નિર્ભયાએ 16-17 ડિસેમ્બર, 2012 ના રોજ રાત્રે 6 લોકો પર બળાત્કાર ગુજાર્યા અને ખરાબ રીતે ઘાયલ હાલતમાં રસ્તા પર ફેંકી દીધા હતા. બાદમાં નિર્ભયાનું 29 ડિસેમ્બરે સિંગાપોરની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. આ કેસમાં તમામ ચાર આરોપીને કોર્ટે ફાંસીની સજા આપી છે, આરોપીને 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવાનો કોર્ટ દ્વારા હુકમ બજાવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન