Not Set/ નિર્ભયા કેસ/ “તારીખ પે તારીખ”, ફાંસી મામલે પીડિતાની માતાની તીખી પ્રતિક્રિયા

2012 દિલ્હી ગેંગરેપ કેસનાં તમામ આપરાધીઓને દિલ્હીની કોર્ટે 1 લી ફેબ્રુઆરી, સવારે 6 વાગ્યે ફાંસીની સજાનો અમલ કરવાનું નવું ડેથ વોરંટ ઇસ્યુ કર્યું છે. કોર્ટ દ્વારા નવું ડેથ વોરંટ ઇસ્યુ કરતા, નિર્ભયાની માતા આશા દેવી દ્વારા પોતાનો રોષ ઠાલવતા કહેવામાં આવ્યું છે કે, દોષિતો જે ઇચ્છે છે, તે જ થઇ રહ્યું છે…. તારીખ પે તારીખ, તારીખ […]

Top Stories India
nir.JPG1 નિર્ભયા કેસ/ "તારીખ પે તારીખ", ફાંસી મામલે પીડિતાની માતાની તીખી પ્રતિક્રિયા

2012 દિલ્હી ગેંગરેપ કેસનાં તમામ આપરાધીઓને દિલ્હીની કોર્ટે 1 લી ફેબ્રુઆરી, સવારે 6 વાગ્યે ફાંસીની સજાનો અમલ કરવાનું નવું ડેથ વોરંટ ઇસ્યુ કર્યું છે. કોર્ટ દ્વારા નવું ડેથ વોરંટ ઇસ્યુ કરતા, નિર્ભયાની માતા આશા દેવી દ્વારા પોતાનો રોષ ઠાલવતા કહેવામાં આવ્યું છે કે, દોષિતો જે ઇચ્છે છે, તે જ થઇ રહ્યું છે…. તારીખ પે તારીખ, તારીખ પે તારીખ…. આપણી ન્યાયીક પ્રણાલી એવી છે કે, જ્યાં દોષિતોનું વધુ સાંભવામાં આવે છે.

આપને જણાવી દઇએ કે પૂર્વે પણ કોર્ટ દ્વારા પીડિતાની માતાને કહેવામાં આવ્યું હતું કે, ન્યાયતંત્ર ફાંસી મામલે પીડિતાની માતાની લાગણી સમજે છે પરંતુ અપરાધીઓને પણ કાનુની અધિકારો આપવામાં આવ્યા છે, તે પણ અનુસરવા જરૂર હોય છે.

ફાંસીમાં વિલંબ મામલે દિલ્હી CM કેજરીવાલના નિવેદન પર પણ પીડિતાની માતા દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી હતી, આશાદેવી દ્વારા કહેવામાં આવ્યુ હતું કે, આ બીલકુલ ખોટી વાત છે કે, દિલ્હી સરકારે સમય પર કામ કર્યું છે. ઘટના થયાને  7 વર્ષ વિતી ચૂૂક્યા છે. સુપ્રીમ કોર્ટમાંથી ફેસલો આવ્યાને પણ  2.5 વર્ષ થઈ ગયો છે. રિવ્યૂ પીટિશન નકારી કાઢ્યાને ફણ 18 મહિના થઈ ગયા છે. જે કામ જેલ અને સરકારે કરવા જોઇએ તે અમે કરી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, નિર્ભયાના દોષીને ફાંસીમાં વિલંબ થવાનું કારણ ભાજપ દ્વારા કેજરીવાલ સરકારને ગણાવવામાં આવી હતી, તે મામલે દિલ્હીની સીએમ અને આપ પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હી સરકાર દ્વારા  નિર્ભયા કેસના કોઇ પણ કામને કલાકોમાં પૂર્ણ કરવામાં આવ્યા છે, ફાંસી વિલંબ થવામાં દિલ્હી સરકારનો લેશ માત્ર વાંક નથી. અમે આ કેસને લગતા કોઈ પણ કામમાં વિલંબ કર્યો નથી. અમે તો ઇચ્છીએ છીએ કે દોષોને સજા જલ્દીથી જલ્દી મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.