Not Set/ #નિર્ભયા કેસ/ હવે કરી અક્ષય ઠાકુરએ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી !! ફાંસી ક્યારે ?

નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષી વિનય શર્માએ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સમક્ષ દાયની અરજી દાખલ કરેલી છે આપને જણવી દઇએ કે,  આજે રાષ્ટ્રપતિએ દોષિત વિનય શર્માની દયાની અરજી નામંજૂર કરી હતી. ગઈકાલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ ગુનેગારોને 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવા માટે અપાયેલા ડેથ વોરંટ પર સ્ટે મુક્યો હતો. કોર્ટે કોઈ તારીખ નક્કી કરી નથી કે ગુનેગારોને […]

Top Stories India
nirbhaya vinay #નિર્ભયા કેસ/ હવે કરી અક્ષય ઠાકુરએ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી !! ફાંસી ક્યારે ?

નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષી વિનય શર્માએ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સમક્ષ દાયની અરજી દાખલ કરેલી છે આપને જણવી દઇએ કે,  આજે રાષ્ટ્રપતિએ દોષિત વિનય શર્માની દયાની અરજી નામંજૂર કરી હતી. ગઈકાલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ ગુનેગારોને 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવા માટે અપાયેલા ડેથ વોરંટ પર સ્ટે મુક્યો હતો. કોર્ટે કોઈ તારીખ નક્કી કરી નથી કે ગુનેગારોને ક્યારે ફાંસી આપવામાં આવશે.

તિહાર જેલ પ્રશાસને કોર્ટને કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ એક દોષી સિવાય બાકીના ત્રણની દયાની અરજી નામંજૂર કરી છે. કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે નિર્ભયાના આરોપીને અલગથી ફાંસી આપી શકાતી નથી. કોર્ટે આ ટિપ્પણી તિહાર જેલ વહીવટીતંત્રની અરજી નામંજૂર કરતી વખતે કરી હતી, જેમાં નિર્ભયાના ગુનેગારોને અલગથી ફાંસી આપવામાં આવી હતી.

નિર્ભયાના ગુનેગારોને ફાંસીની સજા ફટકારવાના આરોપીઓ ને અપાયેલા ‘ડેથ વોરંટ’ પર સ્ટે માંગતી અરજી દાખલ કરતા પટિયાલા હાઉસ કોર્ટમાં એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ અનિશ્ચિત મુદત માટે સ્ટે આપ્યો છે . દોષિત વિનય શર્મા, અક્ષયસિંહ અને પવન ગુપ્તા વતી એડવોકેટ એ.પી. સિંહે કોર્ટને જણાવ્યું હતું કે હાલમાં તેના ક્લાયંટ પાસે ઘણા કાનૂની વિકલ્પો છે, જેથી ફાંસી માટે અપાયેલા ડેથ વોરંટ અનિશ્ચિત સમય માટે રોકવામાં આવે.

જો કે, તિહાર જેલ પ્રશાસને ગુનેગારોની આ માંગનો વિરોધ કર્યો હતો. જેલ મેનેજમેન્ટે કોર્ટને જણાવ્યું હતું કે દોષીઓને અલગથી ફાંસી આપી શકાય છે. તમામ પક્ષકારોની સુનાવણી કર્યા પછી કોર્ટે અનિશ્ચિત સમય માટે ફાંસી માટે દેવાયેલા ડેથ વોરંટ પર સ્ટે આપ્યો હતો. તેમજ દોષિતોને અને જેલ અધિકારીઓને પણ આદેશની નકલ ઉપલબ્ધ કરાઈ હતી. કોર્ટે જેલ પ્રશાસનને આ આદેશનું પાલન સુનિશ્ચિત કરવા અને શનિવારે અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.