Not Set/ નિર્ભયા કેસ/ રાષ્ટ્રપતિએ દોષિત વિનય શર્માની દયાની અરજી કરી નામંજૂર

2012 દિલ્હી ગેંગરેપ અને હત્યા કેસનાં અપરાધી અને ફાંસીનાં માંચડાની તદન નજીક પહોંચી ગયેલા દોષિત વિનય શર્માની દયાની અરજી ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ દ્વારા નામંજૂર કરી દેવામાં આવી છે. 2012 Delhi gang-rape case: The President of India rejects mercy plea of convict Vinay Sharma pic.twitter.com/SDzNrEiYxk— ANI (@ANI) February 1, 2020 નિર્ભયા કેસ દોષિત વિનય શર્માએ […]

Top Stories India
nirbhaya.jpg1 નિર્ભયા કેસ/ રાષ્ટ્રપતિએ દોષિત વિનય શર્માની દયાની અરજી કરી નામંજૂર

2012 દિલ્હી ગેંગરેપ અને હત્યા કેસનાં અપરાધી અને ફાંસીનાં માંચડાની તદન નજીક પહોંચી ગયેલા દોષિત વિનય શર્માની દયાની અરજી ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ દ્વારા નામંજૂર કરી દેવામાં આવી છે.

નિર્ભયા કેસ દોષિત વિનય શર્માએ 29 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિને  દયા અરજી મોકલી હતી. ગઇકાલે શુક્રવારે (31 જાન્યુઆરી) નિર્ભયા કેસનાં તમામ ચાર અપરાધીને આજે, શનિવાર (1 ફેબ્રુઆરી) ફાંસી આપવાની હતી જેના પર દિલ્હીની  પટિયાલા કોર્ટે સ્ટે આપ્યો છે અને આગામી સુનાવણીમાં નવી તારીખ કે ડેથ વોરંટનો આદેશ જારી કરવામાં આવશે. કોર્ટનાં આ આદેશ પછી, કાનુની નિષ્ણાતો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તમામ ચાર અપરાધી ઉપલબ્ધ તમામ કાનુની હકો જેવા કે દયાની અરજી, ક્યુરેટીવ પીટિશન અને રીવ્યુ પીટિશન સહિતના હકોનો ઉપયોગ કરી લેવામાં ન આવે ત્યાં સુધી ફાંસી આપી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, આ તમામ આરોપીને એક સાથે જ ફાંસી આપવામાં આવશે, પૂર્વનાં ચૂકાદા અનુસાર કોઇ એક ને કે કોઇને પણ અલગ અલગ ફાંસી આપવામાં આવી શકશે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.