Not Set/ ‘પેટ્રોલિયમ પેદાશોનાં ભાવ સ્થિર રાખવા કેમ શક્ય નથી?, નિર્મલા સીતારામને લોકસભામાં આ કારણ આપ્યું

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું છે કે દેશમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ એક જ દરે રાખવી શક્ય નથી કેમ કે તેમના ભાવ વૈશ્વિક સ્તર સાથે જોડાયેલા છે. સીતારામને સોમવારે લોકસભામાં રમેશ વિધુડીએ આ વાત પર સવાલ પૂછ્યો હતો કે જ્યારે રશિયા અને અમેરિકામાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ સ્થિર રાખી શકાય છે, ત્યારે આપણા દેશમાં આ કેમ શક્ય […]

Top Stories India
sitaraman 'પેટ્રોલિયમ પેદાશોનાં ભાવ સ્થિર રાખવા કેમ શક્ય નથી?, નિર્મલા સીતારામને લોકસભામાં આ કારણ આપ્યું

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું છે કે દેશમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ એક જ દરે રાખવી શક્ય નથી કેમ કે તેમના ભાવ વૈશ્વિક સ્તર સાથે જોડાયેલા છે. સીતારામને સોમવારે લોકસભામાં રમેશ વિધુડીએ આ વાત પર સવાલ પૂછ્યો હતો કે જ્યારે રશિયા અને અમેરિકામાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ સ્થિર રાખી શકાય છે, ત્યારે આપણા દેશમાં આ કેમ શક્ય નથી?

આ અંગે નિર્મલા સીતારામણે જવાબ આપ્યો કે વિશ્વમાં ક્યાંય પણ પેટ્રોલિયમ પેદાશોના ભાવ સ્થિર નથી અને તે વૈશ્વિક સ્તરે માંગ અને સપ્લાય સાથે સંબંધિત છે. નાના ખેડૂતોને ડીઝલ પર સબસિડી અથવા સબસિડી આપવાના સવાલ પર તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં જે સૂચનો આવશે, તે ધ્યાનમાં લેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાની કોઈ યોજના નથી. 

ત્યારે નિર્મલા સીતારામણેનાં GST અને પેટ્રોલિયમ પેદાશોના ભાવની ચાલી રહેલી ચર્ચા દરમિયાન ડીએમકેના સાંસદ દયાનિધિ મારને પેટ્રોલિયમ પેદાશોનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) માં દેશના વિવિધ રાજ્યોમાં એકરૂપતાનો અભાવ છે અને તેને એકસરખી રીતે વસૂલવા જોઈએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.