Not Set/ નાણાં મંત્રી બનતાની સાથે જ નિર્મલા સીતારમનએ રચ્યો ઇતિહાસ

PM મોદીની કેન્દ્રીય કેબિનેટમાં મંત્રીઓની વચ્ચે ખાતાની ફાણવણી કરાઇ ગઇ છે. ત્યારે અરૂણ જેટલીની ગેરહાજરીમાં નાણાં મંત્રાલયનો પદ્દભાર કોને સોંપવામાં આવે તેના પર સૌની નજર હતી. અને નાણાંમંત્રી તરીકે અમિત શાહનું નામ પણ ચર્ચાઇ રહ્યું હતુ. પરંતુ આશ્ચર્ય અને ઝટકો આપવામાં એક્સપર્ટ ગણાત PM મોદીએ દેશની પૂંજીની ચિંતા નિર્મલા સીતારમનને સોંપી છે. તો આ સાથે […]

Top Stories India
Niramala Sitaraman 1111 નાણાં મંત્રી બનતાની સાથે જ નિર્મલા સીતારમનએ રચ્યો ઇતિહાસ

PM મોદીની કેન્દ્રીય કેબિનેટમાં મંત્રીઓની વચ્ચે ખાતાની ફાણવણી કરાઇ ગઇ છે. ત્યારે અરૂણ જેટલીની ગેરહાજરીમાં નાણાં મંત્રાલયનો પદ્દભાર કોને સોંપવામાં આવે તેના પર સૌની નજર હતી. અને નાણાંમંત્રી તરીકે અમિત શાહનું નામ પણ ચર્ચાઇ રહ્યું હતુ. પરંતુ આશ્ચર્ય અને ઝટકો આપવામાં એક્સપર્ટ ગણાત PM મોદીએ દેશની પૂંજીની ચિંતા નિર્મલા સીતારમનને સોંપી છે. તો આ સાથે જ સીતારમને ઇતિહાસ દોહરાવ્યો અને દેશનાં સૌ પ્રથમ પૂર્ણ સમયનાં નાણાંમંત્રી બનવાનું બહુમાન મેળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વે 1970-71માં શ્રીમતિ ઇન્દીરા ગાંધી પણ આ પદ્ શોભાવી ચૂક્યા છે. પરંતુ ઇન્દીરા કાર્યકારી નાણાંમંત્રી હતા. પૂર્ણ સમય માટેનાં નાણાં મંત્રી ન હતા. માટે પૂર્ણ સમાયનાં પ્રથમ નાણાંંમંત્રી બનવાનું બહુમાન નિર્મલા સીતારમનને ફાળે જાય છે. સીતારમન પૂર્વની મોદી સરકારમાં પ્રથમ મહિલા રક્ષા મંત્રી બન્યા હતા અને ત્યારે પણ ઇતિહાસ રચ્યો હતો. તો આજે પણ નાણાં મંત્રીનો પદ્ભાર સોંપાતા ઇતિહાસનુંં પુનરાવર્તન જોવા મળી રહયું છે. તો નાણાં મંત્રાલયની સાથે સાથે સીતારમનને કોર્પોરેટ બાબતોનું મંત્રાલય સંભાળવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.

જાણો નાણાં મંત્રી નિર્મલા સીતારમન વિશે….

નિર્મલા સીતારમનનો જન્મ દક્ષીણ ભારતનાં તામિલનાડુ રાજ્યનાં પ્રાચીન શહેર મદુરઇ થયો. તિરૂચિરાપલ્લીથી પ્રાથમિક શિક્ષણ લીધા સીતારમને  એસ. રામાસ્વામી કોલેજમાંથી બીએ વિથ ઇકોનમોકિ્સ કર્યુંં છે. તો દિલ્હીની જવાહર લાલ નહેરૂ  વિશ્વ વિદ્યાલયમાંથી માસ્ટર્સ ઓફ આર્ટ પૂર્ણ કર્યું હતુ.